ન્યૂ બ્રન્સવિકનું ભારત વેપાર મિશન: આંતરરાષ્ટ્રીય ભાગીદારીને મજબૂત કરશે

નવી દિલ્હી: કેનેડાના ન્યૂ બ્રન્સવિક પ્રાંતનું વેપારી પ્રતિનિધી મંડળ ૨ થી ૬ ફેબ્રુઆરી સુધી ભારતની મુલાકાતે છે. આ મંડળનો મુખ્ય ઉદ્દેશ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજારોમાં વેપારી સંબંધોને મજબૂત કરવાનો અને નવી ભાગીદારીની તકો શોધવાનો છે.
આ પ્રતિનિધી મંડળને ઓપોર્ચ્યુનિટીઝ ન્યૂ બ્રન્સવિક (ONB) દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. જેનું ધ્યાન આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધતા વધારવા માંગતા વ્યવસાયો પર છે, જેથી તેઓ ભારતમાં વિસ્તાર કરી શકે અને નવા વેપારી તેમજ સપ્લાય-ચેઈન ભાગીદારી વિકસાવી શકે. બિઝનેસ-ટુ-બિઝનેસ મીટિંગ્સ, માર્કેટ બ્રીફિંગ્સ અને સ્થળ પરના સમર્થન દ્વારા ભાગ લેનાર કંપનીઓને સંભવિત ખરીદદારો, ભાગીદારો અને નિર્ણય લેનારાઓ સુધી સીધી પહોંચ મેળવી આપે.
આ મંડળ ન્યૂ બ્રન્સવિકની ભારતીય બજાર પ્રત્યેની લાંબાગાળાની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે અને પ્રાંતની ભારતમાં હાજરીને નોંધ અપાવે છે. જે કંપનીઓને સ્થાનિક વ્યવસાય વાતાવરણમાં નેવિગેટ કરવામાં અને વૃદ્ધિની તકો ઓળખવામાં મદદ કરે છે. તે માર્ચ ૨૦૨૫માં ONBના ભારત પ્રતિના સફળ વેપાર મિશન પર આધારિત છે, જેમાં વેપાર સંબંધોને ઊંડા કરવા, નિકાસ વૃદ્ધિને સમર્થન આપવા અને ન્યૂ બ્રન્સવિકને વેપાર તેમજ રોકાણ માટે સ્પર્ધાત્મક અને વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ઓપોર્ચ્યુનિટીઝ એનબી માટે જવાબદાર મંત્રી તેમજ આર્થિક વિકાસ અને નાના વ્યવસાય માટે જવાબદાર લ્યુક રેન્ડલ આ મંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, “વૈશ્વિક વેપારની ગતિશીલતા ઝડપથી બદલાઈ રહી છે અને ન્યૂ બ્રન્સવિક બજારો ભારત સાથે પોતાની સંલગ્નતાને સક્રિય રીતે વધુ મજબૂત કરી રહ્યું છે. અમારો પ્રાંત ભારતમાં આર્થિક તકોને ઓળખનારા એકમાત્ર એટલાન્ટિક પ્રાંત છે, જેની પાસે ઇન-માર્કેટ ટીમ છે અને તેના પરિણામે અમે મજબૂત ભાગીદારીઓ બનાવી છે. જે લાંબાગાળાની વૃદ્ધિ, વિવિધતા અને સ્થિતિસ્થાપકતાને સમર્થન આપતી નવી તકોના દ્વાર ખોલી રહી છે.”આ મિશનમાં ન્યૂ બ્રન્સવિકની ચાર કંપનીઓ અને એક શૈક્ષણિક સંસ્થા સામેલ છે. જે અદ્યતન ઉત્પાદન, કૃષિ-ખાદ્ય, એડટેક, શૈક્ષણિક અને વ્યાવસાયિક સેવાઓ તેમજ શૈક્ષણિક સંશોધન જેવા મુખ્ય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રાંતની નિકાસ તેનાં તૈયાર ઉદ્યોગોની વિવિધતા અને તાકાતને દર્શાવે છે. ઓપોર્ચ્યુનિટીઝ એનબી એ ન્યૂ બ્રન્સવિક પ્રાંતની અગ્રણી વ્યવસાય વિકાસ એજન્સી છે, જે સ્થાનિક વ્યવસાયોને સમર્થન આપે છે અને વૈશ્વિક સ્તરે નવા રોકાણને આકર્ષે છે, જેથી આર્થિક અને રોજગાર વૃદ્ધિને વેગ મળે. આ મિશન ભારત-કેનેડા વચ્ચેના આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવવાનું એક મહત્વનું પગલું છે.