કોરોના વાઇરસની બીજી લહેરમાં યુવાઓ વધુ સંક્રમિત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર પ્રસરેલી છે. કેટલાક દિવસો પહેલાં કોરોના વાઇરસના ચાર લાખ દૈનિક ધોરણે નવા કેસ આવી રહ્યા છે. જોકે છેલ્લા ત્રણ દિવસથી કેસોમાં ઘટાડો થયો છે. જોકે કોરોનાની બીજી લહેરની પિક પસાર થઈ ચૂકી છે અને  હવે કેસોમાં ઘટાડો જોવા મળશે. જેથી બધાના મનમાં પેદા થાય છે કે રોગચાળાની બીજી લહેર હેઠળ યુવાઓમાં સંક્રમણ વધુ કેમ ફેલાઈ રહ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિરેક્ટર જનરલ ડોક્ટર બલરામ ભાર્ગવનું કહેવું છે કે યુવાઓમાં વધુ સંક્રમણ દર હોવાના મુખ્ય કારણ હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે કોરોનાના નવા વેરિયેન્ટથી વધુ સંક્રમિત થાય છે, કેમ કે તેઓ અચાનક બહાર નીકળે છે અને એ દરમ્યાન વાઇરસ દેશમાં મોજૂદ હતો, જેને લીધે તેઓ સંક્રમિત થાય છે. તેમને પૂછવામાં આવ્યું કે ત્રીજી લહેરમાં નાનાં બાળકો સંક્રમિત થવાના જોખમ બતાવવામાં આવ્યું છે. આવામાં એનાથી બચવા અને બાળકોને બચાવવા માટે સરકાર શું કરી રહી છે? એના પર ડો. ભાર્ગવે કહ્યું હતું કે પહેલી અને બીજી લહેરમાં વયમાં વધુ અંતર નથી. અમે ઓગસ્ટમાં એનું વિશ્લેષણ કરીશું. 45થી વધુ ઉંમરના લોકો વધુ નબળા હોય છે અને હોસ્પિટલમાં થનારા મૃત્યુદર 9.6-9.7 ટકા છે, એમ તેમણે કહ્યું હતું.

માર્ચથી શરૂ થયેલી બીજી લહેર યુવાનોને વધુ સંક્રમિત કરી રહી છે, પણ કેન્દ્રએ વયજૂથોમાં બદલાવના રિપોર્ટ્સનું ખંડન કર્યું છે. કોરોનાની પહેલી લહેરમાં જેટલા લોકો સંક્રમિત થયા હતા, જેમાંથી 31 ટકા લોકો 30 વર્ષની ઉંમરથી નાની વયના હતા, જ્યારે વર્ષ 2021માં આ દર વધીને 32 ટકા થયો છે.