પિતાના-મૃત્યુ માટે માત્ર કોરોના-જવાબદાર નથીઃ સંભાવના સેઠ

મુંબઈઃ અભિનેત્રી અને ‘બિગ બોસ’ ટીવી રિયાલિટી શોમાં સ્પર્ધક રહી ચૂકેલી સંભાવના સેઠનાં પિતાનું કોરોનાવાઈરસના ચેપ અને તેને કારણે ઊભી થયેલી મુશ્કેલીઓને કારણે દિલ્હીમાં નિધન થયું છે. સંભાવનાએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર દર્દભર્યું લખાણ લખ્યું છે. પિતા સાથે પોતાની એક જૂની તસવીરને શેર કરીને સંભાવનાએ લખ્યું છેઃ ‘મારાં પિતાને બચાવી શકાયા હોત. એકલા કોવિડે જ એમનો જીવ નથી લીધો.’ સંભાવનાએ જે તસવીર શેર કરી છે તે એનાં અને અભિનેતા અવિનાશ દ્વિવેદીનાં લગ્ન વખતની છે.

સંભાવનાએ આ સૂચક નિવેદન દ્વારા આઈસીયૂ બેડ અને ઓક્સિજન જેવી મેડિકલ સવલતોના અભાવ, તેમજ સત્તાવાળાઓની વખોડવાજનક બેદરકારી પ્રતિ ઈશારો કર્યો હોય એવું લાગે છે. સંભાવનાનાં પિતાનું ગઈ 8 મેએ હૃદયરોગના હુમલાને કારણે, હૃદય બંધ પડી જવાને કારણે અવસાન થયું હતું.

(તસવીરઃ સંભાવના શેઠ ટ્વિટર)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]