વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી ભારતના આ શહેરનો સમાવેશ

નવી દિલ્હી- મલેશિયાના સૌથી ભીડભાડ ધરાવતા વિસ્તાર સારાવક (Sarawak)ની રાજધાની કુચિંગ (Kuching) વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર છે. ધુમાડો અને ધુમ્મસને કારણે કુચિંગ શહેર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ટોપ પર છે. આવુ બીજી વખત થયું છે જ્યારે કુચિંગ શહેરનું નામ ખરાબ એર ક્વાલિટી ઈન્ડેક્સ મામલે સૌથી ઉપર છે.

યૂએસની વેબસાઈટ વર્લ્ડ્સ એર પોલ્યુશનના રિયલ ટાઈમ એર ક્વાલિટી ઈન્ડેક્સમાં સૌથી ઉપર કુચિંગ અને બીજા નંબર પર પાકિસ્તાનનું લાહોર શહેર છે. તો આ યાદીમાં ચીનનું બેઇજિંગ અને ભારતનું નવી દિલ્હી, અનુક્રમે ચોથા અને પાંચમાં ક્રમ પર છે.

મહત્વનું છે કે, એર પોલ્યૂશન લેવલને 0-300+ રીડિંગમાં માપવામાં આવ્યું, જેમાં 0થી50ને સારી એર ક્વાલિટી, 51થી100 સુધીને સહ્ય અને 101થી200 સુધીનું રીડિંગ ધરાવતા શહેરને સ્વાસ્થ્ય માટે ખરાબ એર ક્વાલિટીની કેટેગરીમાં રાખવામાં આવ્યા. જો એર ક્વાલિટી રીડિંગ 100થી ઉપર છે તો, આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ શરુ થઈ જાય છે, ખાસ કરીને એ લોકોને જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને સ્કિન સેન્સિટિવ હોય. તો 201થી 300 સુધીની એર ક્વાલિટી રીડિંગ સ્વાસ્થ્ય માટે સૌથી ખરાબ અને 300+ ને સૌથી ખતરનાક ગણવામાં આવ્યું છે.

આ રીડિંગ લિસ્ટમાં કુચિંગ (મલેશિયા) 247, લાહોર (પાકિસ્તાન) 167, હનોઈ (વિયતનામ) 161, કુઆલાલમ્પુર (મેલેશિયા) 139, અને દિલ્હી (ઈન્ડિયા) 130માં નંબર પર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]