નવી દિલ્હીઃ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક સમિતિઓની રચના કર્યાની કોંગ્રેસ પાર્ટીએ આજે જાહેરાત કરી છે. પક્ષપ્રમુખ સોનિયા ગાંધીએ એમનાં અધ્યક્ષપદ હેઠળ પોલિટીકલ અફેર્સ ગ્રુપની સ્થાપના કરી છે, જેને ટાસ્ક ફોર્સ-2024 નામ આપ્યું છે. આ કેન્દ્રીય આયોજન ગ્રુપ છે, જે તમામ સમિતિઓ સાથે સંકલન જાળવશે. આ મહિનાના આરંભમાં ઉદયપુરમાં યોજાઈ ગયેલી પક્ષની નવ સંકલ્પ શિબિરમાં કરાયેલા વિચારવિમર્શ બાદ આ નિર્ણય લેવાયો છે.
ટાસ્ક ફોર્સ-2024માં સોનિયા ઉપરાંત ભૂતપૂર્વ પક્ષપ્રમુખ રાહુલ ગાંધી, વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે, રાજ્યસભાનાં સદસ્યો – અંબિકા સોની, દિગ્વિજય સિંહ અને કે.સી. વેણુગોપાલ. આ ગ્રુપમાં પક્ષના બળવાખોર સભ્યોનાં જૂથનાં બે સભ્યોને પણ સામેલ કરવામાં આવ્યા છે – ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા. ટાસ્ક ફોર્સમાં પી. ચિદંબરમ, પ્રિયંકા ગાંધી-વાડ્રા, મુકુલ વાસનિક, જયરામ રમેશ, અજય માકન, રણદીપસિંહ સુરજેવાલા, સુનિલ કાનુગોલુ, સચીન પાઈલટ, શશી થરૂર, રણવીતસિંહ બિટ્ટુ, કે.જે. જ્યોર્જ, જોથી મની, પ્રદ્યુત બોરડોલોઈ, જીતુ પટવારી, સલીમ એહમદનો પણ સમાવેશ કરાયો છે.