અજિત પવાર માટે શરદ પવારનું નરમ વલણ કેમ?

મુંબઈઃ NCP પ્રમુખ શરદ પવારે હાલમાં કહ્યું હતું કે NCPમાં કોઈ વિભાજન નથી. અજિત પવાર અમારા નેતા છે. જે પછી શિવસેના (UBT)એ શરદ પવારના નિવેદનો પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આનાથી પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકોના મનમાં ભ્રમ પેદા થઈ રહ્યો છે. જ્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે તો કહ્યું હતું કે NCPમાં ફૂટ નહીં, લૂંટ થઈ ગઈ છે.

શરદ પવાર આજ સતારા અને કોલ્હાપુરના પ્રવાસે છે, પરંતુ આ પ્રવાસ પર નીકળ્યા પહેલાં તેમણે બારામતીમાં પોતાના નિવેદનથી રાજકીય ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે. શરદ પવારે કહ્યું હતું કે પાર્ટીમાં વિભાજન ક્યારે થાય છે, જ્યારે દેશ સ્તરે એક મોટો જૂથ અલગ પડે છે. આજે પરિસ્થિતિ એવી નથી. અજિત પવાર અમારા નેતા છે.

તેમણે કહ્યું હતું કે પાર્ટીમાં કોઈ કેટલાક લોકોએ પોતાની અલગ ભૂમિકા અપનાવી લીધી છે. તેનો મતલબ એ નથી કે પાર્ટીમાં ભાગલા પડ્યા છે. અલગ નિર્ણય લેવો લોકતંત્રમાં તેનો અધિકાર છે. અજિત પવારની બીડમાં થનારી જનસભા પર શરદ પવારે કહ્યું હતું કે  આ તેનો લોકતાંત્રિક અધિકાર છે. એક દિવસ પહેલા NCP સાંસદ અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ પણ કહ્યું હતું કે અજિત પવાર હજુ પણ NCPનો જ ભાગ છે અને પાર્ટીમાં એકજુટતા બનેલી છે.

આ અગાઉ શરદ પવારની દીકરી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ પણ વિભાજન થવાથી ઈનકાર કર્યો હતો.સુલેએ કહ્યું હતું કે શરદ પવાર રાષ્ટ્રીય અધ્યક્ષ અને જયંત પટેલ મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ છે. સુલે અનેક વાર કહી ચૂક્યા છે કે એક પરિવાર તરીકે તેમની અને અજિત પવાર વચ્ચે કોઈ તકરાર નથી. તેમની વિચારધારા પણ એક જ છે.