મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના રાષ્ટ્રીય પ્રમુખપદેથી શરદ પવારે રાજીનામું આપ્યા બાદ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. ટોચના નેતાઓ અને કાર્યકર્તાઓ, સમર્થકો દ્વારા પવારને એમનો નિર્ણય પાછો ખેંચવાનું દબાણ થઈ રહ્યું છે, પરંતુ પવાર પદ પરથી સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લેવા અટલ છે. એમના અનુગામી તરીકે એમના પુત્રી સુપ્રિયા સુળે, ભત્રીજા અજિત પવાર, વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલના નામની ચર્ચા છે. પરંતુ આનો ફેંસલો પાંચ મેના શુક્રવારે આવે એવી ધારણા છે.
નવા પ્રમુખની પસંદગી માટે પક્ષે એક સમિતિની રચના કરી છે. તેની બેઠક પાંચ મેએ યોજાવાની છે. તેમાં જ નિર્ણય લેવાશે અને એ જ દિવસે જાહેરાત કરવામાં આવશે એવી ધારણા છે.