જગન્નાથ મંદિરમાં રસી વગર દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે

પુરીઃ ઓડિશામાં પુરી સ્થિત જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ માટે નેગેટિવ રિપોર્ટ અને કોવિડ-19ની રસીના બે ડોઝ લગાવ્યાનું સર્ટિફિકેટ બતાવવાનું હવે ફરજિયાત નહીં હોય. આ પહેલાં જે લોકો કોરોનાની રસીના બે ડોઝ લીધા હોય અથવા જે લોકોના નેગેટિવ ટેસ્ટ આવ્યા હોય – તેમને જ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.

જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓને દર્શનની મંજૂરી રવિવાર સિવાય સવારે છ કલાકથી રાતે નવ કલાક સુધી આપવામાં આવશે. જોકે કોરોનાની સ્થિતિને જોતાં સ્વચ્છતા (સેનિટાઇઝેશન) માટે મંદિર જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે. વળી, મંદિરના પ્રાંગણમાં કોવિડ-19 પ્રોટોકોલ લગાવવામાં આવશે, કેમ કે જે મંદિરમાં હાજર રહેલા શ્રદ્ધાળુઓએ પ્રત્યેક સમયે માસ્ક પહેરવો અને સામાજિક અંતરનું પાલન કરવું જરૂરી છે.

આ સાથે મંદિરમાં વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે અલગ કતાર શરૂ કરી દેવામાં આવી છે. વળી, આ લોકો માટે પાણીની પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત જગન્નાથ મંદિર વહીવટી તંત્ર (SJTA) દ્વારા ઉપરોક્ત દિશા-નિર્દેશની સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે અને બદલાતી સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્દેશ જારી કરવામાં આવશે.