પુતિનને મળવા બાઇડનની તૈયારી; IC15-ઇન્ડેક્સ 566-પોઇન્ટ વધ્યો

મુંબઈ યુક્રેનના મુદ્દો રશિયા સાથે પ્રવર્તમાન તંગદિલી હળવી કરવા માટે અમેરિકન પ્રમુખ જો બાઇડને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત માટે સૈદ્ધાંતિક તૈયારી બતાવી તેને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો આવ્યો હતો. તેની અસર તળે બિટકોઇન સહિતની ક્રીપ્ટોકરન્સીમાં થોડો સુધારો આવ્યો હતો.

અમેરિકાના વિદેશપ્રધાન એન્થની બ્લિન્કેન તથા રશિયાના વિદેશપ્રધાન સર્ગેઇ લાવરોવ સાથે ગુરુવારે મુલાકાત કરવાના છે. મુલાકાતને હજી વાર હોવાથી તથા ફેડરલ રિઝર્વનો વ્યાજદર સંબંધેનો નિર્ણય હજી આવ્યો નહીં હોવાથી રોકાણકારો અત્યારે સાવચેતીનો અભિગમ અપનાવીને બેઠા છે.

આ સંજોગોમાં ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.02 ટકા (566 પોઇન્ટ) વધીને 56,072 પોઇન્ટ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સ 55,506 ખૂલીને 57,326 સુધી ઉંચે અને 54,861 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ 
ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
55,506 પોઇન્ટ 57,326 પોઇન્ટ 54,861 પોઇન્ટ 56,072

પોઇન્ટ

ડેટાનો સમયઃ 21-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]