ડિજિટલ રૂપિયાના વ્યવહારો UPI ચુકવણીથી ભિન્ન હશે કે કેમ?

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં આગામી નાણાકીય વર્ષમાં રિઝર્વ બેન્ક દ્વારા ડિજિટલ રૂપિયા બહાર પાડવાની જાહેરાત કરી હતી. જેથી સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC) દ્વારા ડિજિટલ રૂપિયો જારી કરવામાં આવશે, પણ અનેક લોકોના મનમાં ઉત્સુકતા ઊભી થઈ છે કે ડિજિટલ રૂપિયાથી નાણાકીય વ્યવહારો શક્ય કેવી રીતે બનશે? એ UPI પેમેન્ટ્સથી કેવી રીતે અલગ હશે? કે પછી એના જેવી જ સિસ્ટમ અમલમાં આવશે? કે પછી એમાં નાણાં ટ્રાન્સફર  કેવી રીતે થશે?

જોકે ટેક્નોલોડર પ્રા. લિ.ના CEO વિપિન કુમારે કહ્યું હતું કે બ્લોકચેઇનનો ઉપયોગ કરીને ડિજિટલ રૂપિયાને લોન્ચ કરવાનું સરકાર માટે મુશ્કેલ કામ નહીં હોય.

દેશમાં આમ પણ લોકો ધીમે-ધીમે ડિજિટલ વ્યવહારોને અથવા ચુકવણી માટે અપનાવતા થયા જ છે. હાલમાં અનેક લોકો દૈનિક ધોરણે ડિજિટલ લેવડદેવડ કરી રહ્યા છે. જો સરકાર બ્લોકચેઇનના ઉપયોગ થકી ડિજિટલ રૂપિયો લોન્ચ કરશે ઓ એ જરા પણ કઠિન કાર્ય નહીં હોય. માત્ર મોબાઇલ એપ- જેને સમયાંતરે અપડેટ કરવાની રહેશે અને UPI ID વોલેટને એની સાથે બદલવાની જરૂર રહેશે, કેમ કે બ્લોકચેઇન વોલેટ તરીકે કામ કરશે, એમ તેમણે કહ્યું હતું.

વળી, બ્લોકચેઇન ટેક્નોલોજીથી બનાવવામાં આવેલા ડિજિટલ નાણાંને અન્ય ક્રિપ્ટો એસેટ્સની જેમ એક ડિજિટલ વોલેટથી બીજામાં ટ્રાન્સફર કરી શકાશે. એ ક વાર એમાં નાણાં લેનારનું નામ પંચ કરવાનું રહેશે, એ પછી એ આજના સરળ ડિજિટલ વ્યવહારની જેમ સામાન્ય બની રહેશે, એમ બિટ્સએર એક્સચેન્જના સ્થાપક કુણાલ જગદાળેએ કહ્યું હતું.