ઉપહાર આગ કાંડઃ અંસલ બંધુઓને રાહત, જેલની સજા નહી થાય

નવી દિલ્હીઃ ઉપહાર ઘટના મામલે પીડિતોની ક્યૂરિટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દિધી છે. ક્યૂરેટિવ અરજી ખુલ્લી કોર્ટમાં જેવી માંગને પણ ફગાવી દેવામાં આવી છે. આ વિચાર સીજેઆઈ બોબડે, જસ્ટિસ એન વી રમના અને જસ્ટિસ અરુણ મિશ્રી ચેમ્બરમાં કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગોપાલ અંસલની સજા વધારવાની માંગ પણ ફગાવી દિધી છે. દોષિત સુશીલ અંસલની ઉંમર અને બીમારીને લઈને સજા માફ કરવાનો નિર્ણય વિદ્યમાન રાખવામાં આવ્યો છે. હવે અંસલ બંધુ જેલ નહી જાય. સુપ્રીમ કોર્ટે ઉપહાર કેસને બીજીવાર ખોલવાનો ઈનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે 13 ફેબ્રુઆરીનો આ નિર્ણય છે કે જે હવે આવ્યો છે.  

પીડિતોએ સુપ્રીમ કોર્ટના 2016 ના તે આદેશ પર ક્યૂરેટિવ અરજી દાખલ કરી છે કે જેમાં પુનર્વિચાર અરજી પર ખુલ્લી કોર્ટમાં સુનાવણી બાદ સુશીલ અંસલની ઉંમર અને બીમારીને લઈને જેલની સજાને માફ કરી દિધા છે. જ્યારે ગોપાલ અંસલની એક વર્ષની સજાને યથાવત રાખી છે. નવેમ્બર 2015 માં સુપ્રીમ કોર્ટે આ મામલે ગોપાલ અને સુશીલ અંસલને ત્રણ મહિનાની અંદર 30-30 કરોડ રુપિયાનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે ઉંમરના આધાર પર કહ્યું હતું કે, દંડ ના દેવાના મામલે 2 વર્ષની જેલની સજા આપવામાં આવશે. આ નિર્ણય બાદ ઉપહાર કાંડ પીડિત એસોસિએશનના પ્રમુખ નીલમ કૃષ્ણામૂર્તિ અને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]