મની લોન્ડરિંગ મામલે અનિલ દેશમુખના બે સહયોગીની ધરપકડ

મુંબઈઃ મની લોન્ડરિંગ મામલે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધતી જાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)એ કરોડો રૂપિયાની લાંચ-કમ- જબરજસ્તી વસૂલી રેકેટ સંબંધિત મની લોન્ડરિંગ મામલે શનિવારે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખને તપાસ માટે સમન્સ મોકલ્યા છે, પણ તેમના વકીલે એક અરજી સાથે EDની ઓફિસ પહોંચ્યા હતા અને એજન્સી સમક્ષ ઉપસ્થિત થવા માટે આગલી તારીખની માગ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે 71 વર્ષીય નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)મે બેલાર્ડ એસ્ટેટ વિસ્તારની ઓફિસમાં તપાસ અધિકારી સમક્ષ સવારે 11 કલાકે હાજર થવા કહેવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણવશ તેઓ ઉપસ્થિત થયા નહોતા. કેન્દ્રીય એજન્સીએ શુક્રવારે રાતે મુંબઈ અને નાગપુરમાં ગૃહપ્રધાન દેશમુખના ઘરે દરોડા પાડ્યા પછી તેમના ખાનગી સંજીવ પલાંડે અને પર્સનલ અસિસ્ટન્ટ કુંદન શિંદેની ધરપકડ કરી છે. મેડિકલ તેકઅપ કરાવ્યા પછી EDના અધિકારીઓ બંને જણને તપાસ માટે ઓફિસ લઈ ગયા હતા.

EDએ ગઈ કાલે અનિલ દેશમુખના નાગપુર સ્થિત ઘરે તપાસ ઝુંબેશ ચલાવી હતી, તેમની પર રેસ્ટોરાં અને બારતી પ્રતિ મહિને રૂ. 100 કરોડની વસૂલાત માટેનો આરોપ છે. મુંબઈ પોલીસ કમિશનરના પદથી હટ્યા પછી પરમબીર સિંહે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો કે દેશમુખે સચિન વાઝે સહિત કેટલાક પોલીસ અધિકારીઓને રેસ્ટોરાં અને બારથી પ્રતિ મહિને રૂ. 100 કરોડની વસૂલી માટે લક્ષ્ય રાખ્યું હતું. જોકે દેશમુખે આ આરોપોનો ઇનકાર કર્યો હતો. પ્રારંભિક તપાસના આદેશ પછી દેશમુખે પદ પરથી રાજીનામું આપ્યું હતું.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી પછી ભાજપે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.ભાજપના પ્રવક્તા રામ કદમે કહ્યું હતું કે હવે વસૂલી સરકારનો ખેલ પૂરો થવા તરફ વધી રહ્યો છે.

,