TMCનો અર્થ તૂં, મેં અને કરપ્શનઃ PM મોદી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ હાલના દિવસોમાં રાજકારણનું કેન્દ્ર બનેલું છે. મમતા બેનરજી સરકાર માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. વડા પ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેમણે એ સભામાં TMCને આડૈ હાથ લીધી હતી. તેમણે જનતાને TMCનો અસલી અર્થ જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હવે એનો અર્થ તૂં, મેં અને કરપ્શન છે. મમતા બેનરજીની સરકારે પશ્ચિમ બંગાળનું નામ ખરાબ કરી દીધું છે.દરેક યોજના અહીં કૌભાંડ જોવા મળે છે. યોજનાઓ અમારી હોય છે, પણ તેઓ એના પર પોતાનું સ્ટિકર લગાવી દે છે. ગરીબોનો હક છીનવતા તેઓ ખચકાટ નથી અનુભવતા.

આ ધરતી ભગવાન શ્રીકૃષ્ણના પરમ પ્રચારક ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ છે. સંદેશખાલી મામલે તેમણે કહ્યું હતું કે બંગાળમાં એ સ્થિતિ છે કે અહીં પોલીસ નથી, બલકે અપરાધી એ નક્કી કરે છે કે તેમને ક્યારે સરન્ડર કરવું અને ક્યારે ધરપકડ થવું. વડા પ્રધાન મોદીએ મમતા સરકારની વિરુદ્ધ મોરચો માંડ્યો છે, ત્યારે બીજી તરફ કુણાલ ઘોષે પણ TMCમાંથી રાજીનામું આપી દીધું છે અને તેમણે સુદીપ બનરજીની વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમણે ED અને CBI પાસે માગ કરી છે કે સુદીપ બેનરજીનાં બેન્ક ખાતાંની તપાસ કરાવવામાં આવે.

બીજી તરફ સંદેશખાલી મામલામાં પહેલાંજ મમતા સરકારની આબરૂના લીરેલીરા થયા છે. આ મામલે ભાજપે કહ્યું હતું કે શાહજહાં શેખ મમતા બેનરજીની પોલીસની સેફ કસ્ટડીમાં છે.

 

 

 

 

.