‘આપણે આમંત્રણ આપીશું તો કોરોનાની ત્રીજી-લહેર આવશે’

નવી દિલ્હીઃ મોઢા પર માસ્ક પહેર્યા વગર હિલ સ્ટેશનનો પર અને બજારોમાં ટોળે વળતાં લોકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાવચેતી રાખવાની ખાસ વિનંતી કરી છે અને કહ્યું છે કે જો આપણે જ આમંત્રણ આપીશું તો કોરોનાવાઈરસની ત્રીજી લહેર દેશમાં ચોક્કસ આવશે.

કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાની ચિંતા વચ્ચે વડા પ્રધાન મોદીએ આજે ઈશાન ભારતના રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે બેઠક કરી હતી. એમાં તેમણે કહ્યું કે કોરોનાવાઈરસ રોગચાળાને કારણે પર્યટન અને ધંધાઓને કારમો ફટકો પડ્યો છે એ વાત ખરી છે, પરંતુ આજે હું સ્પષ્ટપણે કહું છું કે હિલ સ્ટેશનો અને બજારોમાં લોકો મોઢા પર માસ્ક પહેર્યા વગર મોટા ટોળા જમાવે એ બરાબર નથી.