પંજાબમાં આપ અને કોંગ્રેસની વચ્ચે નહીં થાય ગઠબંધન

નવી દિલ્હીઃ ઇન્ડિયા ગઠબંધનના આવનારા દિવસો સારા નથી લાગતા. પંજાબમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાથી ઇનકાર કર્યો છે. પાર્ટીના પ્રભારી અને રાજયસભાના સાંસદ સંદીપ પાઠકે સત્તાવાર રીતે ગઠબંધન નહીં કરવાનું એલાન કર્યું છે. પંજાબમાં ગઈ લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ એક સીટ મળી હતી.

પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંદીપ પાઠકે ઉમેદવારોનાં નામની ઘો,ણા કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે લોકસભા ચૂંટણીમાં ઓછો સમય બચ્યો છે અને અમારે ચૂંટણી જીતવી છે.  સંદીપ પાઠકે આગળ કહ્યું હતું કે અમે ઇન્ડિયા ગઠબંધનથી વાતચીત કરતાં-કરતાં થાકી ગયા છે. મહિનાઓ થયા છે વાતચીત કરતાં-કરતાં, પણ પરિણામ કંઈ ના નીકળ્યું.તેમણે વધુમાં કહ્યું હતું કે હવે કોંગ્રેસ આસામમાં અમારી ત્રણ સીટો ઇન્ડિયા ગઠબંધન માટે અમારા માટે સ્વીકાર કરી લે.

 આમ આદમી પાર્ટીએ આસામમાં ત્રણ ઉમેદવારોનાં નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ડિબ્રુગઢથી મનોજ ધનોવાર, ગુવાહાટીથી ભાવેન ચૌધરી અને સોનિતપુરથી ઋષિરાજ કોંડિન્યને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પહેલાં પાર્ટી ગુજરાતની એક લોકસભા સીટ પરથી ઉમેદવારની જાહેરાત કરી હતી.દરમ્યાન દિલ્હીમાં આજે કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ ધરણાં કરવાના છે. કેન્દ્ર સરકારની નીતિઓ અને કેરળ સાથેના ભેદભાવ મુદ્દે આ ધરણાં કરવામાં આવી રહ્યા  છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પણ જંતર-મંતર પર CM પિનરાઈ વિજયનનાં ધરણાંમાં સામેલ થશે. CM કેજરીવાલની સાથે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન પણ જંતર-મંતર પર ધરણાંમાં સામેલ થશે.