નવી દિલ્હીઃ ભાજપ માટે વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીની રાહ એટલી સરળ નહીં હોય, કેમ કે કોંગ્રેસ ભાજપને ટક્કર આપશે. વળી, આ વર્ષે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે, જેનાં પરિણામોની અસર લોકસભાની ચૂંટણી પણ થવાની છે. જોકે કોંગ્રેસના નેતૃત્વવાળા UPA ગઠબંધનની 62થી વધુ સીટો મળશે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી કોંગ્રેસની સીટોમાં વધારો થવાની વકી છે. UPAની મત ટકાવારી અને બેઠકો 2024ની લોકસભાની ચૂંટણીમાં વધી શકે છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ કોંગ્રેસને ફરીથી જીવતી કરી છે. કોંગ્રેસે અનેક લોકોને વ્યાપક સ્તરે જોડ્યા છે. હવે તેમને કોગ્રેસમાં આશાનું કિરણ નજરે ચઢી રહ્યું છે.
જાન્યુઆરીમાં સી વોટર અને ઇન્ડિયાના સર્વે મુજબ NDAને 43 ટકા વોટ શેર મળશે. UPAને 30 ટકા અને અન્યને 27 ટકા મતો મળવાનો અંદાજ છે. આ આંકડા સાચા સાબિત થશે તો ભાજપ માટે મુશ્કેલીઓમાં વધારો થશે.
જો આજે ચૂંટણી થાય તો કોંગ્રેસના નેતૃત્વવાળા UPAને 153 બેઠકો મળી શકે છે. આ આંકડો ભાજપને પસંદ નહીં આવે. આ સર્વેમાંથી શીખ લઈને ભાજપે ચૂંટણીની વ્યૂહરચના તૈયાર કરી શકે. બીજી બાજુ, ભાજપ વિરુદ્ધ વિરોધ પક્ષો એકસાથે આવીને લડે એવી વકી છે. વિરોધ પક્ષો ભાજપથી આભડછેટ રાખી રહ્યા છે અને વિરોધ પક્ષોની એક જ નેમ છે કે યેનકેનપ્રકારણે ભાજપને લોકસભાની ચૂંટણીમાં જીતવાથી રોકવો અથવા બહુમતી લાવવામાંથી અટકાવવો.