ઉમેદવારે પાંચ વર્ષ સુધી પાર્ટી નહીં બદલવાની પોસ્ટરોમાં માગ

નવી દિલ્હીઃ છેલ્લાં કેટલાંક વર્ષોમાં નેતાઓનું પાર્ટી બદલવાનું વલણ ઝડપથી વધ્યું છે અને લોકસભા ચૂંટણીની નજીક આવ્યા પછી એમાં ઔર વધારો થયો છે. મહારાષ્ટ્રના પુણેમાં હવે કેટલીક જગ્યાએ બેનરો લાગ્યાં છે, જેમાં નેતાઓ દ્વારા પાલા બદલવા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આ બેનરોમાં કહેવામાં આવ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોએ એક વચન આપીને ટિકિટ ચૂંટણી લડવી જોઈએ કે તેઓ કાર્યકાળના છેલ્લા તબક્કા સુધી એ જ પાર્ટીમાં રહેશે.

જાગ્રત પુણેકરના નામથી આ ગુમનામ બેનરોમાં માગ કરવામાં આવી છે કે ઉમેદવારોએ તેમના ઘોષણાપત્રમાં ઘોષણા કરવી જોઈએ કે તેઓ પાંચ વર્ષ સુધી કોઈ અન્ય રાજકીય પક્ષોમાં સામેલ નહીં થાય. તેઓ પાર્ટીની નીતિઓ અને મતદારો પ્રતિ પૂરા ઇમાનદાર રહેશે અને કોઈ અન્ય પાર્ટીમાં નહીં જાય. જો હું પાર્ટી બદલું તો ભવિષ્યમાં મને અથવા મારા પરિવારના કોઈ પણ સભ્યને મત ના આપવો, એમ બેનરમાં લખેલું છે.gujarat election kharch

આ બેનરો પાછળ લોકો કે સંગઠનો વિશે હજી સુધી માલૂમ નથી પડ્યું, પરંતુ સમયાંતરે સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર આવાં પોસ્ટરો અને બેનરો લાગતાં રહ્યા છે. હાલના મહિનાઓમાં પેટા ચૂંટણીમાં એક રાજકીય પક્ષના ઉમેદવારની પસંદગીની વિરુદ્ધ પોસ્ટર લાગ્યાં હતા.સજગ નાગરિક મંચના પ્રમુખ કાર્યકર્તા વિવેક વેલંકરે કહ્યું હતું કે તેમને એ વિશે નથી માહિતી મળી કે આ પોસ્ટરો પાછળ કોણ છે, પણ તેમણે કહ્યું હતું કે આ પોસ્ટરોમાં લાગેલી વાતોથી તેઓ સંપૂર્ણ રીતે સહમત છે.