નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે જારી કરેલા તાજા આંકડા મુજબ દેશમાં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 15,712 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના 1,334 નવા કેસ સામે આવ્યા છે અને 27 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. દેશમાં કોવિડ-19થી અત્યાર સુધી 507 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે 2,231 દર્દીઓ આ બીમારીમાં સાજા પણ થઈ ચૂક્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે દેશમાં ત્રીજી મે સુધી લોકડાઉનને વધારવામાં આવ્યું છે.
કોરોના પર કાબૂ મેળવવા નિષ્ફળ રહેલા નોએડાના CMOને દૂર કરવામાં આવ્યા
કોરોના વાઇરસ પર કાબૂ મેળવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહેલા નોએડાના CMOને દૂર કરવામાં આવ્યા છે. ગૌતમબુદ્ધ નગરમાં એક મહિનામાં ત્રીજા મુખ્ય મેડિકલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી હતી.
વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 22 લાખને પાર
વિશ્વભરમાં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા વધીને 22,93,6,44 થઈ ગઈ છે અને આ રોગથી મૃતકોની સંખ્યા 157,400 થઈ ગઈ છે. જોકે આ રોગમાંથી અત્યાર સુધી 5,86,290 લોકો રોગમુક્ત થયા છે.
ઇન્દોરમાં પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત
ઇન્દોર 43 વર્ષીય જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટરનો આશરે પખવાડિયાની આસપાસ જીવલેણ કોરોના વાઇરસને ભરડો લીધો હતો. આ ઇન્સ્પેક્ટરનું રવિવારે વહેલી સવારમાં ઇન્દોરની એક ખાનગી હોસ્પિટલમાં કાર્ડિયાક રેસ્ટ થવાને કારણે મોત નીપજ્યું હતું. મધ્ય પ્રદેશમાં પોલીસ અધિકારીઓમાં આ જીવલેણ વાઇરસથી થયેલી આ પહેલી જાનહાનિ છે.
દેશમાં કોરોના વાઇરસની રાજ્યવાર સ્થિતિ આ પ્રમાણે હતી.