નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 87 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 44,879 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 547 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 87,28,795 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,28,668 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 81,15,580 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,84,547એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.
તામિલનાડુ સરકારે સ્કૂલ ખોલવાનો નિર્ણય પાછો ખેંચ્યો
તામિલનાડુ સરકારે બાળકોનાં માતા-પિતાની સલાહ લઈને થોડા દિવસની અંદર જ ગુરુવારે રાજ્યમાં 9મા ધોરણથી 12 ધોરણની શાળાઓને નવેમ્બરમાં ખોલવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. સરકકારે જણાવ્યું છે કે હમણાં સ્કૂલ બંધ જ રહેશે. રાજ્યમાં 16 નવેમ્બરથી કોલેજ ખૂલી ગઈ છે. પણ સરકારે કહ્યું કે કોલેજ અને યુનિવર્સિટી ખાલી સંશોધનકર્તા, વિજ્ઞાન અને ટેક્નિકલ પાઠ્યક્રમના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે જ બે ડિસેમ્બરથી ખૂલશે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.