IPS અધિકારીએ કહ્યું, ‘આવી રીતે નાચશો તો કોરોના હારી જશે’

નવી દિલ્હીઃ કેટલાક લોકો દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાનું બહાનું શોધી લેતા હોય છે. આવું જ એક દ્રશ્ય  હાલમાં કોરોનાની એક હોસ્પિટલમાં જોવા મળ્યું. અહીં કોરોનાના દર્દીઓ મોજમસ્તી સાથે હોસ્પિટલમાં બર્થડે પાર્ટી ઊજવતા જોવા મળ્યા. માત્ર એટલું જ નહીં, આ કોરોનાના દર્દીઓ મસ્તીથી ડાન્સ કરી રહ્યા હતા. એક IPS ઓફિસરે ટ્વિટર એકાઉન્ટથી એક વિડિયો શેર કર્યો હતો, જેમાં કેટલાક કોરોના દર્દીઓ બર્થડે પાર્ટી ઊજવી રહ્યા છે. કદાચ, તમે અત્યાર સુધી કોઈ કોરોના હોસ્પિટલમાં આવું દ્રશ્ય નહીં જોયું હોય.

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ટ્વિટર એકાઉન્ટ પર જે વિડિયો શેર કર્યો છે, એની કેપ્શનમાં લખ્યું છે,

“@dalermehndi के गानों पर 2 मिनट नाचने से बड़ी से बड़ी नेगेटिविटी गायब हो जाती है. @RaipurDist के इंडोर स्टेडियम #COVID19 Hospital में #Birthday पार्टी का नज़ारा. आप भी ऐसे हंसते रहें, दिल खोल कर नाचें, सावधानी बरतें, वायरस हारेगा. Being Happy is the way to beat all Viruses!”

https://twitter.com/ipskabra/status/1301375523059236864

કોઈને ડર નહીં

આ વિડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે ત્યાં જેટલા પણ કોરોનાના દર્દીઓ છે, તેમને કોઈ પણ જાતનો ડર નથી અને તેમના વિચારો પણ પોઝિટિવ છે. ત્યારે તો બધું ભૂલીને બહુ મોજમસ્તીથી બર્થડે પાર્ટી તેઓ માણી રહ્યા છે. જો તમે મનથી નેગેટિવ નહીં વિચારો તો તમે કોઈ પણ બીમારી અથવા મુશ્કેલીને બહુ જલદી હરાવી દેશો.