નવી દિલ્હીઃ ભારતે રવિવારે નોઇડામાં સુપરટેક ટ્વિન ટાવરોનો સફળતાપૂર્વક ધ્વસ્ત કરીને 100 માળના માળખાને સફળતાપૂર્વક ધ્વસ્ત કરવાની રેકોર્ડ બુક નામ નોંધાવીને ઇતિહાસ રચ્યો છે. સુપરટેકનો એપેક્સ (32 માળ) અને સેયેન (29 માળ) ટાવરોની ઊંચાઈ 103 મીટર હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. નોઇડામાં ધ્વસ્ત કરવામાં આવેલાં આ ટાવરો પાછળ વિદેશી ભેજું હતું. આ 100 મીટરના માળખાને તોડી પાડવા માટે મુંબઈ સ્થિત એડિફિસ એન્જિનિયરિંગે દક્ષિણી આફ્રિકન કંપની જેટ ડિમોલિશનની પસંદગી કરી હતી.
ભારત એ દેશોની ક્લબમાં સામેલ થયું હતું, જે દેશોએ 100 મીટરથી ઊંચી ઇમારતોને ધ્વસ્ત કરી હોય, એમ દક્ષિણ આફ્રિકન કંપની જેટ ડિમોલિશન્શના જો બ્રિન્કમેને કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે નોઇડા સેક્ટર 93Aમાં આવેલાં બે ટાવરો 12 સેકન્ડમાં વોટરફોલ ઇમ્પ્લશન ટેક્નિકથી ધરાશાયી કરવામાં આવ્યા હતા.ભારત અને એડિફિસ હવે 100 મીટર ક્લબોના દેશોમાં સામેલ થયા છે, જે આવા માળખાનો ધ્વસ્ત કરી શકે છે અને એ પણ રહેવાસી વિસ્તારમાં- આ પ્રોજેક્ટ બહુ પડકારજનક હતો, એમ તેમણે કહ્યું હતું. એડિફિસ એન્જિનિયરિંગના ભાગીદાર ઉત્કર્ષ મહેતાએ બ્રિન્કમેનને આ ડિમોલિશનના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા હતા.
આ બંને કંપનીઓએ એકસાથે આ પહેલાં કેરળના કોચીના મરાડુ મ્યુનિસિપલ વિસ્તારમાં ચાર રેશિડેન્શિયલ કોમ્પ્લેક્સને જમીનદોસ્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ માળખાના ડિમોલિશનની પ્રક્રિયા એ રીતે હાથ ધરવામાં આવી હતી કે આસપાસ આવેલાં બિલ્ડિંગોના માળખાને હાનિ ના પહોંચે અને કોઈ પણ વ્યક્તિને ઇજા ના થાય એનું પણ ધ્યાન રાખવાનું હતું.