રોડ અકસ્માતોમાં દોઢ લાખનાં મરણ; ઉ.પ્ર. મોખરે

નવી દિલ્હીઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના તાજા સર્વેક્ષણ અહેવાલ અનુસાર, 2021માં દેશમાં 4,03,116 માર્ગ અકસ્માતો થયા હતા, જેમાં 1,55,622 લોકોએ જાન ગુમાવ્યા હતા અને 3,71,884 લોકો ઘાયલ થયા હતા. 2020ની સરખામણીમાં 2021માં દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યા વધી હતી. 2020માં તે સંખ્યા 3,54,796 હતી. 2020ની સરખામણીમાં 2021માં રોડ એક્સિડન્ટ્સને કારણે થયેલા મૃત્યુના આંકમાં 16.8 ટકાનો વધારો નોંધાયો હતો.

દેશમાં સૌથી વધારે રોડ અકસ્માતો ઉત્તર પ્રદેશ રાજ્યમાં નોંધાયા છે – 33,711, જેમાં 21,792 લોકનાં મરણ નિપજ્યા હતા. તે પછીના નંબરે તામિલનાડુ (16,685 મરણ) અને મહારાષ્ટ્ર (16,446) આવે છે.