નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની સાથે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ આજે જાહેર થઈ ગઈ છે, જેમાં આંધ્ર પ્રદેશમાં 13 મેએ, સિક્કિમ-અરુણાચલમાં 19 એપ્રિલે, ઓડિશામાં બે તબક્કામાં 13 મે અને 20 મેએ મતદાન યોજવામાં આવશે. જ્યારે લોકસભાની સાથે સાથે આ ચારે રાજ્યોના વિધાનસભાના પરિણામો ચોથી જૂને જાહેર થશે. આ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં પૂરો થવાનો છે, તેથી આ ચારેય રાજ્યોમાં લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણીઓ યોજવામાં આવશે. આ ચૂંટણીની જાહેરાત સાથે દેશભરમાં ચૂંટણી આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જશે.ત્રણ રાજ્યોમાં એક તબક્કામાં અને એક રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે.
ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી નીચે પ્રમાણે યોજાશે
આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે 13 મેએ મતદાન યોજાશે. જેમાં 18 એપ્રિલે ગેઝેટ નોટિફિકેટ જાહેર કરાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 25 માર્ચ, જ્યારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની 29 એપ્રિલ રહેશે.
સિક્કિમ વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન યોજાશે, જેમાં 20 એપ્રિલે ગેઝેટ નોટિફિકેશન, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ, જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ 30 માર્ચ રહેશે.
અરુણાચલ પ્રદેશ વિધાનસભાની પ્રથમ તબ્કામાં 19 એપ્રિલે ચૂંટણી યોજાશે, જેમાં 20 એપ્રિલે ગેઝેટ નોટિફિકેશન, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ, જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ 30 માર્ચ રહેશે.
ઓડિશામાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. 26 એપ્રિલે ગેઝેટ નોટિફિકેશન બહાર પડાશે. 25 એપ્રિલ સુધી અને પાંચમાં તબક્કામાં ત્રીજી મે સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. જ્યારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ ચોથા તબક્કામાં 29 એપ્રિલ અને પાંચમાં તબક્કામાં 06 મે નિર્ધારિત કરવામાં આવી છે. ઓડિશામાં 13 મે અને 20 મેએ ચૂંટણી યોજાશે.