તેજસ્વી યાદવે માનહાનિ મામલે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં

નવી દિલ્હીઃ બિહારના ઉપ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવે ગુજરાતની અમદાવાદ કોર્ટને સૂચિત કરી હતી કે તેઓ તેમની વિરુદ્ધ માનહાનિ મામલાને ટ્રાન્સસર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. આ મામલે છઠ્ઠી નવેમ્બરે  સુનાવણી થવાની શક્યતા છે. RJD નેતાએ વકીલના માધ્યમથી એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડીજી પરમારે કોર્ટમાં ઉપસ્થિતિમાંથી છૂટ માગી છે. કોર્ટ તેજસ્વીની ગુજરાતી જ ઠગ હોઈ શકે મામલે 22 સપ્ટેમ્બરે હાજર થવા આદેશ આપ્યો હતો.  

બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ સામે ગુજરાતીઓને ઠગ કહેવા મામલે મેટ્રો કોર્ટમાં સુનાવણી થશે. જોકે 13 ઓક્ટોબરે આ કેસમાં તેજસ્વી યાદવ તરફથી વકીલ સોમનાથ વત્સે હાજરી આપતાં કોર્ટ સમક્ષ માફીની અરજી રજૂ કરી હતી. મેટ્રો કોર્ટે માફી અરજી માટે સમય આપતા ચોથી નવેમ્બરના રોજ તેજસ્વી યાદવને હાજર રહેવા ફરમાન કર્યું હતું. જેના બાદ આજે ચોથી નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.

તેજસ્વી યાદવ એક જાહેર મંચ પર ગુજરાતીઓને ઠગ કહ્યા હતા. જેનો એક ગુજરાતીએ વિરોધ કરતા ફરિયાદ દાખલ કરી. સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ તેજસ્વી યાદવે આપેલા નિવેદન મામલે મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ મામલાનો ઓરિજિનલ વિડિયો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો તેમ જ સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. જેના બાદ કોર્ટે અવલોકન કર્યું કે પ્રથમ દ્રષ્ટિએ આ બાબત ગુનો બને છે. કેમ કે તેજસ્વી યાદવના આ પ્રકારના નિવેદનથી ગુજરાતી સમુદાયની લાગણી દુભાઈ છે.