સુપ્રીમ કોર્ટે CBI, NTA અને કેન્દ્ર પાસે જવાબ માગ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે CBIને NEET-UG પેપર લીક મામલે FIRની તપાસની સ્થિતિમાં રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યું છે. આ કેસની સુનાવણી ગુરુવારે ફરી થશે. કોપ્રીમ કોર્ટે NTA અને કેન્દ્રને બધા સવાલોના જવાબ આપવા કહ્યું છે. કોર્ટે કહ્યું હતું કે આ સવાલોને જવાબને આધારે ફરીથી પરીક્ષા કરાવવાનો નિર્ણય લેવામાં આવશે.

કોર્ટે NEET-UG પરીક્ષાને રદ કરવા સહિત એનાથી જોડાયેલી અરજીઓ પર સુનાવણી દરમ્યાન કેટલાય સવાલ ઉઠાવ્યા હતા. CJI ડી વાય. ચંદ્રચૂડે પૂછ્યું હતું કે લીક ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી થયું છે? એ પણ જોવું પડશે કે લીક કઈ રીતે થયું છે. લોકરથી પેપર ક્યારે કાઢવામાં આવ્યા હતા? પરીક્ષા કયા સમયે થયું? જો પરીક્ષાની પવિત્રતા પ્રભાવિત થઈ તો ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપી શકીએ છીએ.

CJIએ પૂછ્યું હતું કે કેટલા FIR નોંધવામાં આવી છે? NTAની જેમ કહેવામાં આવ્યું હતું કે એક ઘટના પટનામાં થઈ હતી. બાકી અરજીકર્તાની છ FIRનો ઉલ્લેખ કરી રહી છે. એક વાત સ્પષ્ટ છે કે પેપર લીક થયું છે. એમાં કોઈ સંદેહ નથી કે પરીક્ષાની પવિત્રતાથી સમજૂતી કરવામાં આવી છે. લીકની લિમિટ શી છે.  લીકની પ્રકૃતિ શી છે. અમે ફરીથે પરીક્ષાનો આદેશ આપીએ, ત્યારે સાવધાન રહેવું પડશે, કેમ કે 24 લાખ વિદ્યાર્થીઓની કેરિયરથી જોડાયેલો છે.

કોર્ચટે સવાલ કર્યો હતો કે કેન્દ્ર અને NTA તરફથી ખોટું કરવાવાળા અને લાભાર્થી પર શી કાર્યવાહી કરવામાં આવી છે.? NTAએ કહ્યું હતું Supreme Court sought reply from CBI, NTA and Centre કે બિહાર મામલે માહિતી લઈને કોર્ટમાં જણાવવામાં આવે.