હૈદરાબાદઃ ડોક્ટર રેડિઝ લેબોરેટરીઝ કંપનીએ જણાવ્યું છે કે રશિયામાં નિર્મિત કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી ‘સ્પુતનિક-V’ રસી ટૂંક સમયમાં જ દેશની બજારમાં વ્યાપારી ધોરણે ઉપલબ્ધ કરાશે. ‘સ્પુતનિક-વી’ રસીનું ભારતમાં ઉત્પાદન કરવા માટે ડોક્ટર રેડિઝ લેબોરેટરીઝે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે સહયોગ કર્યો છે.
‘સ્પુતનિક-વી’ રસીને સૌથી પહેલાં હૈદરાબાદમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે શરૂઆતમાં રસીનો મર્યાદિત સ્ટોક હતો, પણ હવે ઉત્પાદનમાં વધારો કરાયો હોવાથી તેને આગામી થોડા જ દિવસોમાં દેશના વધુ 9 શહેરોમાં પણ ઉપલબ્ધ કરાવાશે – મુંબઈ, કોલકાતા, દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરુ, વિશાખાપટનમ, કોલ્હાપુર અને મિરયાલગુડા (તેલંગણા).