ચૂંટણીનો સાતમા તબક્કોઃ 22 ટકા ઉમેદવારો પર ગુનાઇત કેસો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનો ચૂંટણીપ્રચાર સાંજે થંભી જશે. સાતમા તબક્કામાં દેશનાં આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 57 સીટો પર પહેલી જૂને મતદાન થશે. સાતમા તબક્કામાં ચૂંટણી મેદાનમાં 904 ઉમેદવારો ઊભા છો, એમ ADR અને નેશનલ ઇલેક્શન વોચનો રિપોર્ટ કહે છે.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પંજાબની 13-13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર અને ઝારખંડની ત્રણ સીટો સામેલ છે. એ સાથે ચંડીગઢની એકમાત્ર સીટ પર મતદાન થશે.લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં કુલ 904 ઉમેદવારો 199 કે 22 ટકા ઉમેદવારો વિરુદ્ધ ગુનાઇત કેસો નોંધાયેલા છે. 151 અથવા 17 ટકા ઉમેદવારો છે, જેના પર ગંભીર ગુનાઇત કેસો ચાલી રહ્યા છે. 13 ઉમેદવારો એવા છે, જે દોષી માલૂમ પડ્યા હતા અને ચાર ઉમેદવારો પર હત્યા હેઠળ કેસો નોંધાયેલા છે. સાતમા તબક્કામાં 13 ઉમેદવારો પર મહિલાઓની વિરુદ્ધ ગુનાઇત કેસો છે, જેમાં બે પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 376 હેઠળ બળાત્કારના આરોપ પણ છે. 25 ઉમેદવારો સામે ભડકાઉ ભાષણ આપવાના કેસ નોંધાયેલા છે.

કઈ પાર્ટીમાં કેટલા ઉમેદવારો સામે ગુનાઇત કેસો

સાતમા તબક્કામાં કઈ પાર્ટીમાંથી કેટલા ઉમેદવારો સામે ગુનાઇત કેસ નોંધાયેલા છે, એ જોઈએ તો તો TMC- નવમાંથી સાત (78 ટકા), SP નવમાંથી સાત (78 ટકા), CPI (M) આઠમાંથી પાંચ (63 ટકા), SAD 13માંથી આઠ (62 ટકા) ભાજપ 51માંથી 23 (45 ટકા), કોંગ્રેસ 31માંથી 12 (39 ટકા) આપ -13માંથી પાંચ (39 ટકા), CPI- સાતમાંથી બે (29 ટકા) અને BSP-56માંથી 13 (23 ટકા)નો સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 3.27 કરોડ છે.