કાર-અકસ્માતમાં વિધાનસભ્યના પુત્ર સહિત સાતનાં મોત

બેંગલુરુઃ બેંગલુરુના કોરમંગલામાં ગઈ રાત્રે એક ઓડી કારનો  ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં હતા. આ બધા લોકો કારમાં સવાર હતા. આ ઓડી કાર વીજળીના એક થાંભલા સાથે ટકરાઈ હતી, જેમાં છ લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં હતા અને એક વ્યક્તિને હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું હતું.

આ ઓડી ક્યુ3 કાર હોસુર ડીએમકે વિધાનસભ્ય વાઇ પ્રકાશની હતી, જે ભયંકર દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. આ દુર્ઘટનામાં વિધાનસભ્યના પુત્ર અને પુત્રવધૂ-બંનેનાં મોત થયાં હતાં. આ કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા. કારમાં સવાર બધા મિત્રો હતો, જે બેંગલુરુમાં રહેતા હતા. એમાં ત્રણ મહિલાઓ અને ચાર પુરુષો હતા. બધાની ઉંમર 20-30 વર્ષની હતી. હવે બધાં શબોનું પોસ્ટમોર્ટમ કરવા માટે લઈ જવામાં આવ્યા છે. હાલ આ કેસ આડુગુડી ટ્રાફિક સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવરે દારૂ પીધો હતો કે નહીં, એની તપાસ કરવામાં આવી રહી છે, કેમ કે રોડ ખાલી હતો અને અન્ય કોઈ વાહન નહોતાં. આ દુર્ઘટના બેદરકારી, કારની સ્પીડમાં ચલાવવાને કારણે થયો હતો, જેથી ચાલકે સંતુલન ગુમાવ્યું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]