નવી દિલ્હીઃ ત્રિપુરા વાવાઝોડા સિતરંગને લઈને એલર્ટ છે. સરકારે વાવાઝોડાના જોખમને લઈને રાજ્યની બધી શૈક્ષણિક સંસ્થાઓને 26 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે આ સંસ્થાઓને ઓનલાઇન ક્લાસ લેવાની મંજૂરી આપવામાં આવી છે. એક સપ્તાહ માટે બધા અધિકારીઓની રજાઓને રદ કરી દેવામાં આવી છે. સરકારી આદેશ અનુસાર સ્કૂલ અને શિક્ષણ સંસ્થાઓ આગામી ત્રણ દિવસ માટે બંધ રહેશે. 24 અને 25 ઓક્ટોબરે રાજ્યમાં વાહનોની આવ-જા પર પણ નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે.
પૂર્વોત્તરનાં આઠ રાજ્યોમાંથી છ રાજ્યોમાં રવિવારે વાવાઝોડાને લઈને ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. બધા સંબંધિત જિલ્લાઓ, ડિઝેસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ અને એજન્સીઓને વાવાઝોડા સિતરંગને ધ્યાનમાં લેતાં સંભવિત ભારેથી અતિ ભારે વરસાદને કારણે સોમવારથી બુધવાર સુધી વાવાઝોડાથી બચવાના ઉપાયો અને વધુમાં વધુ સતર્ક રહેવા માટે લોકોને કહેવામાં આવશે. રાજ્યમાં 200 મિમી વરસાદ થવાની શક્યતા છે.
રાજ્ય સરકારોએ NDRFથી સંભવિત ક્ષેત્રોમાં વધારાના સૈનિકોને તહેનાત કરવા માટે કહેવામાં આવ્યું હતું. રાજ્યમાં સોમવારથી બુધવારે સિતરંગ વાવાઝોડાને લીધે ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે રવિવારે કહ્યું હતું કે દક્ષિણ આસામ, પૂર્વ મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં અલગ-અલગ જગ્યાએ ભારેથી ભારે વરસાદની ધારણા છે. આ ઉપરાંત અમુક ઠેકાણે હળવાથી મધ્યમ વરસાદ થવાની ધારણા છે.
આસામના ત્રણ દક્ષિણ જિલ્લા- કછાર, કરીમગંજ અને હૈલાકાંડી અને મિઝોરમના બધા 11 જિલ્લા, ત્રિપુરાના બધા આઠ જિલ્લાઓ અને નાગાલેન્ડના 16 જિલ્લાઓમાંથી મોટા ભાગે રેટ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.