સંભલ હિંસા એ ભાજપનું આયોજનબદ્ધ કાવતરું: અખિલેશ યાદવ

લખનૌઃ સંભલ હિંસાને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ભાજપનું કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે ભાજપ એના દ્વારા લોકોનું ધ્યાન બીજે દોરવા માગે છે. સંભલના અધિકારીઓ મનફાવે એ રીતે કામ કરી રહ્યા છે, જેમ કે તેઓ ભાજપના પાર્ટી કાર્યકર્તા તરીકે કામ કરતા હોય એ રીતે કામ કરી રહ્યા છે. બંગલાદેશના મુદ્દે તેમણે કહ્યું હતું કે ભારત સરકારે આ વિશે વિચારવું જોઈએ. આ બધું ના થવું જોઈએ. જો તેઓ અમારા સંતોનું સન્માન નથી કરી શકતા તો તેઓ એક મજબૂત સરકાર હોવાનો દાવો કઈ રીતે કરી શકે, એમ તેમણે કહ્યું હતું.

સંભલની શાહી જામા મસ્જિદમાં સર્વે પર છેડાયેલા  વિવાદ પર પોતાના વિચારો વ્યક્ત કરતાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવે હતું હતું કે આવા સર્વે દ્વારા દેશમાં અશાંતિ પેદા કરવાનું કાવતરું રચવામાં આવે છે.

અજમેર શરીફ વિવાદ અંગે SP નેતા રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે મેં આ પહેલાં પણ કહ્યું હતું કે આવા નાના-નાના જજો બેઠા છે જે આ દેશને આગ લગાડવા માગે છે. તેનો કોઈ અર્થ નથી. આપણા વડા પ્રધાન પોતે  અજમેર શરીફમાં ચાદર મોકલે છે. દેશ અને દુનિયામાંથી લોકો ત્યાં આવે છે. તેને વિવાદોમાં નાખવી એ ખૂબ જ ઘૃણાજનક અને ઓછી માનસિકતાનું પ્રતીક છે. સત્તામાં બની રહેવા માટે ભાજપ સમર્થિત લોકો કંઈ પણ કરી શકે છે, દેશમાં આગ લાગી જાય તેનાથી તેમને કોઈ મતલબ નથી. તેમને માત્ર સત્તાથી મતલબ છે. તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે, નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું છે કે તેમને આ કેસમાં પક્ષકાર બનાવવામાં નથી આવ્યા.