નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટર સલમાન ખાન અત્યારે સેલ્ફ આઈસોલેશનમાં છે પરંતુ ઘરમાં કેદ હોવા છતા પણ તે સતત લોકોની મદદ માટે આગળ આવી રહ્યો છે. દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. તાજેતરમાં જ સલમાને 25 હજાર મજૂરોની મદદ કરી હતી અને આ સાથે જ તેણે મુંબઈના રોજ પર કામ કરીને પેટીયું રળતા મજૂરો માટે ફૂડ પણ મોકલાવ્યું હતું. ત્યારે હવે સલમાન ખાન માલેગાંવમાં 50 મહિલાઓની મદદ માટે આગળ આવ્યો છે. હકીકતમાં માલેગાંવથી એક ઈમરજન્સી કોલ આવ્યા બાદ સલમાન ખાને ત્યાંના કાર્યકર્તાઓની મદદ માટે પોતાનો હાથ લંબાવ્યો છે.
સલમાન ખાને માલેગાંવની મહિલાઓ માટે ભોજન અને રોજિંદી જરુરીયાતોનો સામાન મોકલવાની પહેલ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સલમાન ખાનની ટીમે જમીની સ્તર પર સિસર્ચ કરીને જલ્દીથી જલ્દી વ્યવસ્થા કરી આપી છે. આ વાતની પુષ્ટી સલમાન ખાનના મેનેજરે કરી છે. તેમણે કહ્યું કે, સલમાન ખાન એ લોકો માટે હંમેશા ઉદાર રહે છે કે જેમને હકીકતમાં જરુર હોય છે.