સંજય રાઉતની નવી ટ્વીટઃ ‘મિત્રો, નવી સિઝનનો અહેસાન છે…’

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં હાલની રાજકીય ખેંચતાણ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે શનિવારે એક ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને બશીર બદ્રની શાયરી શેર કરી હતી.. તેમણે લખ્યું કે નવી મોસમનો આ અહેસાન છે કે મને જૂની વેદના યાદ નથી. કોંગ્રેસ અને એનસીપીના સમર્થનથી શિવસેના દ્વારા મહારાષ્ટ્રમાં સરકાર રચવાના પ્રયાસો વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે ગુરુવારે ટ્વિટર પર લખ્યું હતું કે હવે હારવું અને ડરવું મનાઈ છે. રાઉતે સોમવારે એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી. બુધવારે તેમને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાઉતે એમ પણ લખ્યું છે કે, હારી ત્યારે જઇએ છીએ જ્યારે સ્વીકારી લેવાય છે, અને જીત નક્કી થાય છે ત્યારે થાય છે.

બુધવારે રાઉતે સંકેત આપ્યો હતો કે મહારાષ્ટ્રમાં સરકાર રચવાના પ્રયાસો વચ્ચે તેમના પક્ષ માટે આગળનો રસ્તો સરળ નથી. બુધવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ અશોક ચવ્હાણ, બાબાસાહેબ થોરાત અને માનિકરાવ ઠાકરેને મળ્યા હતા. બાદમાં માણેકરાવ ઠાકરેએ કહ્યું હતું કે પક્ષકારો વચ્ચે વાતચીત યોગ્ય દિશામાં ચાલી રહી છે.

આ સાથે જ કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું છે કે શિવસેના સાથે સરકાર બનાવવાની વાટાઘાટ શરૂઆતના તબક્કામાં ચાલી રહી છે. હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. તમને જણાવી દઈએ કે શિવસેના અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી, પરંતુ મહાગઠબંધનને બહુમતી મળ્યા બાદ બંને પક્ષોમાં મુખ્યમંત્રી પદને લઈને વિવાદ થયો હતો, બાદમાં બદલાતા રાજકીય ઘટનાક્રમ વચ્ચે શિવસેના-ભાજપના 30 વર્ષ જુના ગઠબંધનનો અંત આવી ગયો . મંગળવારે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]