આંકડાઓની માયાજાળઃ ગ્રાહક કેટલો ખર્ચ કરે છે એનો સર્વે નહીં કરાય

નવી દિલ્હીઃ ગ્રાહક ખર્ચમાં જબરદસ્ત ઘટાડાના મીડિયા રિપોર્ટ્સ બાદ સરકારે શુક્રવારના રોજ કહ્યું છે કે તે 2017-18 માટે કન્ઝ્યુમર એક્સપેંડિચર સર્વે જાહેર નહી કરે, કારણ કે રિપોર્ટમાં કેટલીક ક્ષતિઓ છે. જો કે, મિનીસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટીક્સ એન્ડ પ્રોગ્રામ ઈંપ્લીમેન્ટેશન એ ગ્રાહક ખર્ચ મામલાના મીડિયા રિપોર્ટ્સને ખોટા ગણાવ્યા છે.

અધિકારીક નિવેદનમાં કહેવામાં આવ્યું કે ડેટા રિવીઝનને લઈને વિશેષ પ્રક્રિયા અપનાવવામાં આવે છે, જેમાં દરેક પહેલૂનું ગંભિરતાથી મુલ્યાંકન કરવામાં આવે છે. પહેલા તમામ સર્વે રિપોર્ટને કલેક્ટ કરવામાં આવે છે અને બાદમાં યોગ્ય અને ગંભીર મુલ્યાંકન બાદ આને જાહેર કરવામાં આવે છે.

એનએસઓ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, 2017-18 માં દેશવાસીઓનો વ્યક્તિગત સરેરાશ માસિક ખર્ચ ઘટીને 1,446 રુપિયા પર પહોંચી ગયો હતો જે 2011-12 માં 1,501 રુપિયા હતો. આ 3.7 ટકાનો ઘટાડો છે. સર્વે અનુસાર 2011-12 માં માસિક પ્રતિ વ્યક્તિ ખર્ચ ઘટીને 13 ટકા થઈ ગયો હતો. આ વૃદ્ધિ પાછળ છેલ્લા બે વર્ષોમાં પ્રાપ્ત થઈ છે. એ જણાવવું મહત્વપૂર્ણ છે કે આ આંકડા રિયલ ટર્મ્સમાં છે જેનો અર્થ છે કે આમાં 2009-10 ના આધાર વર્ષ અનુસાર મોંઘવારીને એડજસ્ટ કરવામાં આવી છે.

આ સર્વે જુલાઈ 2017 અને જૂન 2018 વચ્ચે કરવામાં આવ્યો હતો. આમાં જાણવા મળ્યું કે છેલ્લા છ વર્ષમાં દેશના ગ્રામિણ વિસ્તારોમાં વ્યક્તિગત ખર્ચમાં 8.8 ટકાનો સરેરાશ ઘટાડો થયો જ્યારે શહેરી વિસ્તારોમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]