કાર લોક થઈ ગઈઃ ગૂંગળામણથી ત્રણ-બાળકીનું મરણ

જયપુરઃ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના એક ગામમાં ગઈ કાલે બનેલા એક દુઃખદ બનાવમાં, પાર્ક કરેલી એક કારની અંદર અકસ્માતપણે લોક્ડ થઈ ગયા બાદ અંદર ગૂંગળાઈ જવાથી ત્રણ માસુમ બાળકીનું મરણ થયું હતું. ત્રણેય બાળકી આશરે પાંચ વર્ષની હતી.

કંધોલી ગામમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલી બાળકીઓનાં નામ છે – દેવાંશી, વૈષ્ણવી અને હિના. ત્રણેય બાળકી એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે એમનાં પરિવારજનો સાથે ગઈ હતી. તેઓ પાર્ક કરેલી કારની અંદર રમતી હતી. એ દરમિયાન કાર અકસ્માતપણે અંદરથી લોક થઈ ગઈ હતી. બાળકીઓ લોક ખોલી શકી નહોતી તેથી બહાર આવી શકી નહોતી. પરિણામે અંદર ગૂંગળાઈ ગઈ હતી. પરિવારજનોને તેઓ કારની અંદર બેશુદ્ધ હાલતમાં મળી આવી હતી. તરત જ એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં એમને મૃત લાવેલી ઘોષિત કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]