નવી દિલ્હરીઃ એક અહેવાલ અનુસાર, હેકરોએ હવે ‘રેલયાત્રી’ મોબાઈલ એપને નિશાન બનાવી છે. તેમણે આ એપના યૂઝર્સનો ડેટા ચોરી લીધો છે. જેમાં યૂઝરના નામ, ઈમેલ એડ્રેસ, ફોન નંબર અને લોકેશન જેવી મહત્ત્વપૂર્ણ જાણકારીનો સમાવેશ થાય છે. આ ડેટાને એક ડાર્ક વેબ ફોરમ પર વેચાણ માટે મૂકી દેવામાં આવ્યો છે.
‘રેલયાત્રી’ એ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) કંપનીની ઓથોરાઈઝ્ડ એપ છે. આ એપના માધ્યમથી યૂઝર્સ રેલવે ટિકિટ બુક કરાવી શકે છે, પીએનઆર સ્ટેટસ ચેક કરી શકે છે અને દેશની ટ્રેનો અંગેની અન્ય માહિતી-સુવિધા પણ મેળવી શકે છે.
સાઈબર પોલીસ અધિકારીઓ લીક થયેલી એપ પર નજર રાખી રહ્યા છે અને સતર્ક છે. ગૂગલ પ્લે સ્ટોરની માહિતી અનુસાર આ એપ માટે અત્યાર સુધીમાં પાંચ કરોડથી વધુ ડાઉનલોડ મળ્યા છે.