ટ્રિપલ તલાક, આર્ટિકલ 370 બાદ UCC લાવવાની તૈયારીમાં અમિત શાહ?

કોલ્હાપુરઃ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ  (UCC)ની માગ સતત કરવામાં આવી રહી છે અને હને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ UCC પર મોટું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું હતું કે દેશમાં ભાજપ સરકારે UCCની દિશામાં આગળ વધી રહી છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આયોજિત સંકલ્પ રેલીમાં તેમણે કહ્યું હતું કે હવે દેશ UCCની દિશામાં આગળ વધી ચૂક્યો છે.

UCC પર ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન પછી એ સવાલ ઊભા થવા લાગ્યા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર ટ્રિપલ તલાક અને આર્ટિકલ 370 ખતમ કર્યા પછી હવે UCC લાવવાની તૈયારીમાં છે? શું ભાજપનું મિશન 2024 છે –એટલે કે લોકસભાની ચૂંટણીથી પહેલાં મોદી સરકાર આ દિશામાં પગલાં લઈ શકે છે?

ગૃહપ્રધાન કોલ્હાપુર સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે મોદી સરકારે ટ્રિપલ તલાક ખતમ કર્યા અને મુસ્લિમ મહિલાઓને હક અપાવ્યા. પાંચ ઓગસ્ટ, 2019એ આર્ટિકલ 370 અને 35 A ફગાવી દીધી છે. એક દેશમાં બે નિશાન, બે પ્રધાન, બે વિધાન નહીં ચાલે. ભાજપ સરકારે UCC બનાવવા માટે કામ કરી રહી છે.

ગોવામાં UCC લાગુ છે, જ્યારે ગુજરાત સરકારે UCC સામે સમિતિની રચના કરી છે. ઉત્તરાખંડ સરકારે એને લઈને મુસદ્દો તૈયાર કરી લીધો છે, જ્યારે આસામમાં એને લાગુ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને કર્ણાટક સરકારે પણ UCC લાગુ કરવાના સંકેત આપ્યા છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ UCC લાગુ કરવા પર વિચાર ચાલી રહ્યો છે.

જોકે અમેરિકા, સુદાન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, બંગલાદેશ, મલેશિયા, તુર્કી અને મિસ્રમાં UCC લાગુ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]