નવી દિલ્હીઃ હવે આધાર કાર્ડ દેશમાં ભારતીય નાગરિકની ઓળખ માટે સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે. દેશમાં દરેક પુરુષ, મહિલા અને બાળક માટે એ જરૂરી છે. એ 12 અંકોની વેરિફાઇબલ આઇડેન્ટિફિકેશન નંબર છે. એ ID વેરિફિકેશનથી માંડીને અલગ-અલગ-પોર્ટલો પર રજિસ્ટ્રેશન અને અહીં સુધી અલગ-અલગ સરકારી સબસિડી માટે એક્સેસ કરવામાં કામ આવે છે. આટલી સર્વિસિસની સાથે એવા કેસો સામે આવ્યા છે કે કેટલાક લોકો આધાર કાર્ડનો દુરુપયોગ કરતા જોવા મળ્યા છે. જે આધારના નિયમનું ઉલ્લંઘન કરે છે. જેથી કાર્ડને સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવા માટે UIDAIએ હાલમાં જ આ પ્રકારના લોકો પર ભારે દંડ લગાડવાની જાહેરાત કરી છે.
યુનિક ID માટે આધાર કાર્ડ ડેટા, ફિંગર પ્રિન્ટ અને આઇરિસ સ્કેન સાથે બાયોમેટ્રિક ડિવાઇસિસ દ્વારા કેપ્ચર કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારની છેતરપિંડી હવે મોટા પાયે હેકર્સને દંડ હેઠળ લાવી શકે છે. જે હેઠળ UIDAI કોઈ પણ અનઓથોરાઇઝ્ડ એક્સેસ અથવા અધિનિયમ અથવા UIDAIના નિર્દેશોના ઉલ્લંઘન બદલ દંડ લાગી શકે છે. UIDAI દ્વારા નિયુક્ત એડજસ્ટિકેટિંગ અધિકારી આવા કેસોની પતાવટ માટે કામ કરશે. આવી સંસ્થાઓ પર રૂ. એક કરોડનો દંડ લાગી શકે છે.
આટલું જ નહીં, UIDAI ફેક ડેમોગ્રાફિક અથવા બાયોમેટ્રિક માહિતીનો ખોટો ઉપયોગ કરવા અથવા એની ફેક કોપી તેની ફેક કોપી બનાવવા માટે રૂ. 10,000નો દંડ લાગી શકે છે અને ત્રણ વર્ષની કેદની સજા પણ આપશે, એમ સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
