PM મોદીનો આજે 70મો જન્મદિવસ: દિગ્ગજ નેતાઓએ આપી શુભેચ્છા

 નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે. તેઓ 70 વર્ષના થયા. તેમના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં કેટલાય કાર્યક્રમોનુ આયોજન કર્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં પાર્ટી કાર્યકર્તાઓ ‘સેવા સપ્તાહ’ ઉજવણી કરવાના છે. વડા પ્રધાન મોદીના જન્મદિને સવારથી સોશિયલ મિડિયા પર તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. લોકો તેમને લાંબા આયુષ્યની શુભકામનાઓ આપી રહ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી માંડીને ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય દિગ્ગજ નેતાઓ PM મોદીને જન્મદિનની શુભકામનાઓ આપી રહ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડા પ્રધાનને જન્મદિનની શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે…

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરતાં લખ્યું છે કે…

બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે જન્મદિનની શુભકામનાઓ આપતાં ટ્વીટ કરીને લખ્યું છે કે…

દિલ્હીમાં મોડી રાત્રે ભાજપના કાર્યકર્તાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઊજવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પણ જન્મદિનની શુભકામનાઓ આપી હતી.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ટ્વીટમાં લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વથી દેશને ઘણો લાભ થયો છે. તેઓ સતત ગરીબો માટે કામ કરી રહ્યા છે, ઙું તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. તેમણે ટ્વીટ કર્યું હતું કે…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વડા પ્રધાનને શુભકામનાઓ આપી હતી, તેમણે લખ્યું હતું કે વડા પ્રધાન મોદીને જન્મદિનની શુભેચ્છાઓ.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિનની શુભેચ્છાઓ આપી હતી, તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે

 નરેન્દ્ર મોદીનો જન્મ મહેસાણાના વડનગરમાં

નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં 17 સપ્ટેમ્બર, 1950એ થયો હતો. નરેન્દ્ર મોદી –દામોદરદાસ મોદી અને હીરાબાનાં છ સંતાનોમાંથી ત્રીજું સંતાન છે. મોદી સપરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી અને તેમના પિતા સ્થાનિક રેલવે સ્ટેશને ચાની દુકાન પર ચા વેચતા હતા. મોદી પણ આ ચાની દુકાન પર પિતાને મદદ કરતા હતા. મોદીનાં માતા એક ગૃહિણી મહિલા છે. મોદી જન્મદિવસે તેમનાં માતાના આશીર્વાદ લેવા અચૂક ગુજરાત જાય છે. તેમનાં 70 વર્ષનાં જીવનમાં કેટલાય ઉતાર-ચઢાવ આવ્યા છે. હાલમાં તેમની ગણના વિશ્વપ્રસિદ્ધ નેતાઓમાં થાય છે.