કોરોના સંક્રમિતોની સંખ્યા 51 લાખને પારઃ કોરોનાને લીધે 382 ડોક્ટરોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની રેકોર્ડ સ્તરે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 97,894 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં કોરોનાના કેસોનો આ સૌથી મોટો આંકડો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1132 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 16 દિવસથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 51,18,253 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 83,198 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 40,25,079 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 10,09,976 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78.64 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે. દેશમાં પહેલી વાર કોરોનાના સક્રિય કેસો 10 લાખને પાર થયા છે.

કોરોનાને પગલે 382 ડોક્ટરોનાં મોત

ઇન્ડિયન મોડિકલ એસોસિયેશને કેન્દ્ર સરકારના એ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે, જેમાં સરકારે સંસદમાં કહ્યું છે કે એની પાસે કોરાનાને લીધે જીવ ગુમાવનારા અથવા સંક્રમિત થનારા ડોક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફનો ડેટા નથી. જોકે અત્યાર સુધી કોરોનાને પગલે 382 ડોક્ટરોએ જીવ ગુમાવ્યા છે.

6.05 કરોડ લોકોના સેમ્પલ ટેસ્ટ

દેશમાં અત્યાર સુધી 6,05 65,728 કરોડ લોકોનાં સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે, જેમાં 16 સપ્ટેમ્બરે 11,36,613 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા,. એમ ICMRએ જણાવ્યું હતું.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.