ભાજપ મેનિફેસ્ટો કમિટી બેઠક, સ્ટાર પ્રચારક મોદીની 1 દિ’માં 4-5 રેલીઓનું આયોજન…

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે ત્યારે વિવિધ રણનીતિમાં વ્યસ્ત સત્તાધારી ભારતીય જનતા પક્ષના શીર્ષસ્થ નેતૃત્વ પણ ચૂંટણીલક્ષી કામકાજમાં ગળાડૂબ વ્યસ્ત થઈ ગયું છે. આજે ગૃહપ્રધાન રાજનાથના નિવાસસ્થાને મહત્ત્વની બેઠક પણ મળી રહી છે. પક્ષ દ્વારા ચૂંટણીપ્રચારની રણનીતિ ઘડી લેવામાં આવી છે. કયા રાજ્યમાં કયા મુદ્દાને પ્રાધાન્ય અપાશે તે નક્કી કરી લેવામાં આવ્યું છે. આજે રાજનાથસિંહના નિવાસસ્થાને બીજેપી મેનિફેસ્ટો કમિટીની બેઠક આયોજિત થઈ છે.પક્ષપ્રચાર માટે અલગઅલગ રાજ્યમાં અલગઅલગ સ્ટારપ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી તો છે પરંતુ પક્ષના મુખ્ય સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શિરે જ સોંપવામાં આવ્યો છે. સમગ્ર પ્રચારકાર્યમાં મોદી પ્રચારધૂરા સંભાળશે અને વધુમાં વધુ તેમની રેલીઓ આયોજિત કરવામાં આવશે.ભાજપ દ્વારા દિવસમાં ચારથી પાંચ જનસભાનું આયોજન કરવાની તૈયારીઓ છે. કુલ સાત ચરણમાં મતદાનપ્રક્રિયા યોજાવાની છે ત્યારે ભાજપની કોશિશ રહેશે કે ચૂંટણી મુદ્દાઓને એવી રીતે મૂકવામાં આવશે કે વિપક્ષો તેમની પિચ પર આવીને લડવું પડે. આ ચૂંટણીમાં રાષ્ટ્રવાદ એક મહત્ત્વનો મુદ્દો છે તે સાથે જ મોદીનું બ્રાન્ડિંગ પણ મહત્ત્વપૂર્ણ બનશેવડાપ્રધાન મોદી ઉપરાંત પક્ષ માટે પ્રચારમાં ઊતરનારા નેતાઓમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીયપ્રધાન અરુણ જેટલી, નિતીન ગડકરી, ,સુષ્મા સ્વરાજ, રાજનાથસિંહ પણ મેદાનમાં આવશે. ઉપરાંત ભાજપની વરિષ્ઠ નેતાગીરીમાં અગ્રયાયી એવા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની પ્રચારસભાઓના આયોજન પણ વિચારવામાં આવી શકે છે.