નવી દિલ્હીઃ ક્રિકેટર ઋષભ પંતની કાર ઉત્તરાખંડના રૂડકીની નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. જે પછી સોશિયલ મિડિયા પર ક્રિકેટર ઋષભ પંતના પેન્સ તેના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. વડા પ્રધાન મોદી પણ આ અકસ્માતતી વ્યથિત થયા અને તેમણે પંત માટે એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેમણે જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. રાહતના સમાચાર છે પંત હાલ ઠીક છે.
ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર રિષભ પંતનો કાર અકસ્માત થયો છે. 30 ડિસેમ્બરની વહેલી સવારે ઉત્તરાખંડમાં રૂડકી જતી વખતે રિષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. રિષભ પંતનો અકસ્માત થયો ત્યારે કારમાં ભીષણ આગ લાગી હતી. રિષભ પંત વિન્ડ સ્ક્રીન તોડીને કારમાંથી બહાર નીકળ્યો હતો. અકસ્માત સમયે હાજર સ્થાનિકો તેની મદદે દોડી આવ્યા હતા અને તરત જ 108ની મદદથી રૂડકી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.
Distressed by the accident of noted cricketer Rishabh Pant. I pray for his good health and well-being. @RishabhPant17
— Narendra Modi (@narendramodi) December 30, 2022
ઉત્તરાખંડના DGPએ જણાવ્યું હતું કે ક્રિકેટર ઋષભ પંતના એક પગમાં ફ્રેકટર થવાની સંભાવના છે. પંતની કાર આશરે 5.30 કલાકે કોટવાલી મંગલોર મોબહમ્મદપુર જટની પાસે અકસ્માત થયો હતો. પંતને કાર ચલાવતી વખતે ઝપકી આવી જતાં ગાડી ડિવાઇડર સાથે અથડાઈ હતી અને કારમાં આગ લાગી ગઈ હતી.