ફરજ બાદ કર્તવ્યઃ PM મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી

અમદાવાદઃ વડા પ્રધાન મોદી માતા હીરાબાના અંતિમ સંસ્કાર કર્યા પછી તરત કર્તવ્યનું પાલન કર્યું હતું.તેમણે સવારે માતાના નિધન પર સ્મશાનગૃહમાં હીરાબાને મુખાગ્નિ આપ્યા પછી તરત રાજભવન જઈને વિડિયો કોન્ફરન્સિંગ કાર્યક્રમ દ્વારા પશ્ચિમ બંગાળને રૂ. 7800 કરોડના પ્રોજેક્ટની ભેટ આપી હતી. તેમણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વડા પ્રધાન મોદી આજનો દિવસ શોકમગ્ન હતો.

આ કાર્યક્રમમાં સામેલ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ વડા પ્રધાનના માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે મારી સંવેદનાઓ તમારી સાથે દુઃખની આ ઘડીમાં અમે બધા તમારી સાથે છીએ. માતાથી વધારેં બીજું કંઈ હોઈ ના શકે.

તેમણે વડા પ્રધાન મોદીને કાર્યક્મ ટૂંકાવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન –તમારા માટે બહુ દુખદ દિવસ છે. હું ભગવાનનને પ્રાર્થના કરીશ કે તમને દુઃખ સહન કરવાની શક્તિ આપે. તમે આ કાર્યક્રમ નાનો કરો, કેમ કે કમે હમણાં જ માતાના અંતિમ સંસ્કાર કરીને આવ્યા છો. તેમણે કહ્યું હતું કે તમે વર્ચ્યુઅલ હ્રદયથી અમારી સાથે સામેલ થયા છે, એ માટે હું તમને ધન્યવાદ આપું છું.

વડા પ્રધાનને હસ્તે પશ્ચિમ બંગાળને રૂ. 7800 કરોડના પ્રોજેક્ટોનો શિલાન્યાસ થયો હતો, જેમાં વડા પ્રધાને હાવડાને ન્યુ જલપાઇગુડીવાળી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. તેમણે રૂ. 2550 કરોડથી વધુના મૂલ્યનો સીવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. કેમણે રાષ્ટ્રીય ગંગા પરિષદની અધ્યક્ષતા કર હતી અને કોલકાતા મેટ્રોની જોડા-તારાતલા પર્પલ લાઇનનું ઉદઘાટન પણ કર્યું હતું. આ ઉપરાંત તેમને હસ્તે ડો. શ્યામા પ્રસાદ મુખરજી- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશનનનું ઉદઘાટન પણ થવાનું છે.