પુણેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં પુણે શહેરની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પુણે જિલ્લા માટેની અનેક વિકાસયોજનાઓનો શિલાયન્સ કરશે અને તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ વતી 1983માં સ્થાપવામાં આવેલા ‘લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર’થી એમને સમ્માનિત કરવામાં આવશે.
મોદી સવારે પુણે આવી પહોંચ્યા બાદ દગડુશેઠ મંદિર ખાતે ભગવાન ગણપતિજીના દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ 11.15 વાગ્યે એમને ‘લોકમાન્ય તિલક પુરસ્કાર’ એનાયત કરવામાં આવશે. મહાન રાષ્ટ્રવાદી, શિક્ષક અને અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની ‘લોકમાન્ય’ બાલ ગંગાધર તિલકની આજે પુણ્યતિથિ છે. 1920ની 1 ઓગસ્ટે મુંબઈમાં એમનું દેહાવસાન થયું હતું.
