બાઈડનના આમંત્રણનો સ્વીકારઃ મોદી વર્ચ્યુઅલ-શિખરસંમેલનમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ પર્યાવરણ રક્ષણ વિષયે આવતી 22-23 એપ્રિલે નિર્ધારિત એક વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લેવાનું અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે, જેનો મોદીએ સ્વીકાર કર્યો છે એવું વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે. આ વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વ્હાઈટ હાઉસ તરફથી મોદી સહિત દુનિયાના દેશોના 40 નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં દક્ષિણ એશિયામાંથી ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ભૂટાનના વડા પ્રધાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ પાકિસ્તાનને આમંત્રણ અપાયું નથી.

પ્રમુખ બાઈડન સાથે વડા પ્રધાન મોદીનો આ બીજો વર્ચ્યુઅલ સંવાદ-કાર્યક્રમ હશે. આ પહેલાં તેઓ ક્વોડ મીટિંગમાં મળ્યા હતા.

(તસવીર સૌજન્યઃ @USIP)