ચીનના શ્રીમંત શાનશાન અંબાણીથી સાત-ક્રમાંક નીચે ઊતર્યા

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના અબજોપતિઓની ટોપ 10 લિસ્ટમાં બની રહેવા સાથે તેઓ એશિયાના સૌથી મોટા શ્રીમંત પણ છે. ક્યારેક અંબાણી પાસેથી આ તાજ છીનવનાર ચીની અબજોપતિ ઝોંગ શાનશાન હવે અંબાણીથી ઘણા પાછળ છે. ઝોંગ શાનશાન ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનરની તાજેતરની યાદીમાં હવે 17મા સ્થાને છે અને હવે ચીનના સૌથી શ્રીમંત મા હુતેંગ છે.

100 અબજ ડોલર ક્લબમાં પાંચ દિગ્ગજ

100 અબજ ડોલર નેટવર્થવાળી ક્લબથી વોરેન બફેટ બહાર થયા છે. આમાં માત્ર પાંચ અબજોપતિ જ સામેલ છે. એમેઝોનના CEO જેફ બેઝોસ 185 અબજ ડોલરની સંપત્તિની સાથે પહેલા ક્રમાંકે છે. જ્યારે ટેસ્લાના CEOના એલન મસ્ક 164 અબજ ડોલરની નેટવર્થની સાથે બીજા ક્રમાંકે છે. બર્નાર્ડ અર્નાટ એન્ડ ફેમિલી 162 અબજ ડોલરની સંપત્તિની સાથે ત્રીજા ક્રમે અને 128 અબજ ડોલરની સાથે બિલ ગેટ્સ ચોથા સ્થાને છે અને પાંચમા સ્થાને ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગ છે.

રેન્કિંગ શ્રીમંત  નેટવર્થ (અબજ ડોલરમાં)
1  જેફ બેઝોસ  185
2 એલન મસ્ક   164
3  બર્નાર્ડ અર્નાટ એન્ડ ફેમિલી  162
4  બિલ ગેટ્સ 128
5 માર્ક ઝુકરબર્ગ 109
6  વોરેન બફેટ 98
7 લેરી એલિશન 96
8  લેરી પેજ 93
9 સર્ગી બ્રિન 90
10    મુકેશ અંબાણી 78
17 ઝોંગ શાનશાન 63

 

ફોર્બ્સના રિયલ ટાઇમ બિલિયોનર રેકિન્ગ્સથી દૈનિક ધોરણે પબ્લિક હોલ્ડિંગ્સમાં થનારા ઉતાર-ચઢાવ વિશે માહિતી મળે છે. વિશ્વના અલગ-અલગ હિસ્સામાં શેરબજાર ખૂલવાની પાંચ મિનિટમાં એ ઇન્ડેક્સ અપડેટ થાય છે. જે વ્યક્તિઓની સંપત્તિ કોઈ પ્રાઇવેટ કંપનીથી સંબંધિત છે. તેની નેટવર્થ દિવસમાં એક વાર અપડેટ થાય છે.