PPF, પોસ્ટ-ઓફિસની યોજનામાંથી ઉપાડ પર હવે TDS કપાશે

નવી દિલ્હીઃ પોસ્ટ વિભાગે પોસ્ટની યોજનાઓથી ઉપાડ પર TDS કપાતને લઈને નવા નિયમો જારી કર્યા છે. જો રોકાણકારો દ્વારા બધી પોસ્ટની યોજનાઓમાંથી કુલ ઉપાડ રૂ. 20 લાખથી વધુ છે તો એના પર TDS કપાતનો નવો નિયમ લાગુ થશે. આમાં PPF ઉપાડ પણ સામેલ છે. આવકવેરા અધિનિયમ 1961 194એન હેઠળ નવા જોગવાઈ અનુસાર જો કોઈ રોકાણકાર છેલ્લાં ત્રણ વર્ષના આકલન વર્ષોથી આવકવેરા રિટર્ન (ITR) દાખલ નહીં કરી રહ્યા તો ઉપાડની રકમથી TDS કપાઈ જશે. નવો નિયમ એક જુલાઈ, 2020થી અમલમાં આવશે. આવો નવા TDS નિયમ વિશે જાણીએ.

જો કોઈ રોકાણકાર દ્વારા એક નાણાં વર્ષમાં કુલ ઉપાડ રૂ. 20 લાખથી વધુ છે, પણ રૂ. એક કરોડથી વધુ નથી અને તે ITR નથી ભરતા તો રૂ. 20 લાખથી વધુની રકમ ઉપાડેલી રકમ પર બે ટકા TDS કપાશે. જો બધી પોસ્ટ ઓફિસો ખાતાંથી કુલ ઉપાડ એક નાણાકીય વર્ષમાં રૂ. એક કરોડથી વધુ છે તો રૂ. એક કરોડથી વધુની ઉપાડેલી રકમ પર પાંચ ટકા TDS કપાશે.

જો ITR ભરો છો તો તમારા માટે અલગ નિયમ છે. જો એક ITR ભરનાર વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં રૂ. એક કરોડથી વધુ ઉપાડ કરે છે તો રૂ. એક કરોડથી વધુની ઉપાડેલી રકમ પર બે ટકા આવકવેરો ભરવાનો રહેશે.

TDSના આ ઉપાડ જમાકર્તાની સંબંધિત પોસ્ટ ઓફિસથી કરશે તો આ કપાત વિશે ખાતાધારકને લેખિતમાં સૂચિતમાં કરવામાં આવશે. એ એક નિયામકીય આવશ્યકતા છે. એટલે નિયમ અનુસાર સંબંધિત પોસ્ટ માસ્ટર વ્યક્તિગત રૂપે TDS ની કપાત માટે જવાબદાર હશે. TDSની કપાત ના થવા પર રિકવરી અથવા પેનલ્ટી લાગી શકે છે. વિવિધ પોસ્ટ ઓફિસને TDS કાપમાં મદદ કરવાની જવાબદારી સેન્ટર ફોર એક્સલન્સ ઇન પોસ્ટલ ટેક્નોલોજી (CEPT)ની છે. CEPT પોસ્ટ ઓફિસોને ટેક્નિકથી સંબંધિત મદદ કરે છે.