સ્માર્ટફોન પર ફેક કોલને આ રીતે અટકાવો…

નવી દિલ્હીઃ બધા ટેલિકોમ ઓપરેટર્સ અને થર્ડ પાર્ટી એપ્સ સ્પમ કોલ્સને નિયંત્રિત કરવા માટે સતત ઉપાય કરી રહ્યા છે, પણ ઓપરેટર્સ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો છતાં ગ્રાહક હવે સ્પમ કોલ્સથી પરેશાન છે. સ્પમ કોલ્સ છતાં કેટલીક વાર એવું થાય છે કે જ્યારે તમે નોર્મલ કોલ ઇનકમિંગ કોલ ઉઠાવવાથી પણ બચવા ઇચ્છો છો. તમે એવા કેટલાક પ્રકારની ટેક્નિકથી તમે ફોનને ફ્લાઇટ મોડમાં મૂક્યા વગર પણ ઇનકમિંગ કોલ અટકાવી શકો છો. આવો જાણીએ એ રીત…

પહેલો ઓપ્શનઃ સૌથી પહેલાં તમે સ્માર્ટફોનમાં કોલ સેટિંગ ઓપ્શન પર જાઓ. તમે કોલ ફોર્વર્ડિંગ ઓપ્શન પર ક્લિક કરો. તમને ત્રણ ઓપ્શન દેખાશે, જેમાં લખ્યું હશે… ‘Always Forward’, ‘Forward When Busy’ અને ‘Forward When Unanswered’. એ પછી તમે ‘Always Forward’ ઓપ્શન પર સિલેક્ટ કરો અને એક નંબર નોંધો, જે અથવા બંધ છે અથવા કામ નથી કરી રહ્યો. એ પછી ઇનેબલ બટન પર ક્લિક કરો. એનાથી તમારા નંબર પર આવતા બધા કોલ બંધ થઈ જશે. એની સાથે તમે બિના કોઈ સમસ્યા મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી શકશો.

બીજો ઓપ્શનઃ તમે સ્માર્ટફોનના સેટિંગમાં જાઓ અને સાઉન્ડ ટેપ કરો. ત્યાર બાદ ડુ નોટ ડિસ્ટર્બનો વિકલ્પ પસંદ કરો અને કોલ પર ક્લિક કરો એક વાર તમે કોલ પર ટેપ કરશો તો પોપઅપ મેનુથી Do not Allow Any Callsને સિલેક્ટ કરો. હવે ‘allow repeat Callers’ ટોગલને ઓફ કરી દો.

ત્રીજો ઓપ્શનઃ આ બંને ઓપ્શન સિવાય તમે ‘Call Barring’ પદ્ધતિનો ઉપયોગ કરીને ઇનકમિંગ કોલને અટકાવી શકો છો. આ માટે ફોનમાં કોલ સેટિંગ પર જાઓ. કોલ સેટિંગમાં તમારે એડવાન્સ્ડ સેટિંગ નજરે ચઢશે, એના પર ક્લિક કરો. એના પર ક્લિક કર્યા પછી તમને હવે call Barringનો ઓપ્શન નજરે ચઢશે. હવે all Incoming calls ઓપ્શન પર ટેપ કરો અને call Barring પાસવર્ડ એન્ટર કરો. આ પાસવર્ડ મહત્તમ 0000 અથવા 1234 હોય છે. હવે Turn On પર ટેપ કરો.