વડા પ્રધાન મોદીએ દેશવાસીઓને નવરાત્રી પર્વની આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ શક્તિસ્વરૂપ મા જગદંબાની ઉપાસનાનાં પવિત્ર પર્વ નવરાત્રીનો આજથી આરંભ થયો છે. આ નવ દિવસનો તહેવાર લોકો પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવશે. આ મહાપર્વ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્તિની શુભેચ્છા આપી છે.

વડા પ્રધાન મોદીએ X પ્લેટફોર્મ પર લખ્યું છે: ‘શક્તિદાયી મા દુર્ગા દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય આપે એવી શુભેચ્છા.’

નવરાત્રીને ઉત્સવ અને ધાર્મિક રીતરિવાજો સાથે સાંકળવામાં આવે છે. આ પર્વની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે અને નવ દિવસ બાદ દસમા દિવસે દશેરા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.