પટના હાઇકોર્ટે જાતીય જન ગણતરી પર લગાવ્યો વચગાળાનો પ્રતિબંધ

પટનાઃ પટના હાઇકોર્ટે જાતીય જન ગણતરી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કોર્ટે ગઈ કાલે આ માટેની સુનાવણી પૂરી કરી લીધી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ફરીથી સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. રાજ્યના મુખ્ય પ્રધાન નીતીશકુમાર અને બીજા વિરોધ પક્ષોના નેતાઓ ઘણા સમયથી જન ગણતરી કરાવવાની માગ કરી રહ્યા હતા. મુખ્ય પ્રધાન નીતીશકુમારે એને શરૂ પણ કરી દીધી હતી. રાજ્યમાં 15 એપ્રિલથી જાતીય સર્વે કરાવવામાં આવી રહ્યો છે. એ 15 મે સુધી ચાલવાનો હતો. અત્યાર સુધીના ડેટાને સુરક્ષિત કરવામાં આવ્યો છે.

પટણા હાઇકોર્ટના પ્રતિબંધ પછી અંતિમ તબક્કામાં ચાલી રહેલી જત ગણતરીથી નીતીશકુમારને આંચકો લાગ્યો છે. મુખ્ય પ્રધાનનું કહેવું હતું કે એક વાર જાતીય જન ગણતરી પૂરી થાય ત્યાં સુધી બધું સ્પષ્ટ થઈ જશે. પટના હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વિનોદ ચંદ્રન અને જસ્ટિસ મધુરેશ પ્રસાદની ખંડપીઠે આ મામલે આગામી સુનાવણી ત્રીજી જુલાઈએ કરશે. કોર્ટમાં સુનાવણી દરમ્યાન બિહાર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે આ સંપૂર્ણ જાતીય જન ગણતરી નથી, જેથી જન ગણતરી કરાવવાનો અધિકાર રાજ્યની પાસે છે. એમાં માત્ર એ લોકોની ગણતરી કરવામાં આવે છે, જે આર્થિક રીતે પછાત અને નબળો વર્ગ છે.

કોર્ટમાં જાતીય જન ગણતરીનો વિરોધ કરી રહેલા અરજીકર્તા તરફથી કહેવામાં આવ્યું હતું કે આ કામ માટે રૂ. 500 કરોડ ઇમર્જન્સી ફંડમાંથી લેવામાં આવ્યા છે, જે બિલકુલ ગેરકાયદે છે. આ ફંડમાંથી પૈસા લેવા માટે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું ફરજિયાત છે.