ચોમાસુ સત્રના પહેલા દિવસે 25 સંસદસભ્યો કોરોના પોઝિટિવ

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે 25 સંસદસભ્યોના કોરોના વાઇરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, એમ સચિવાલયના અધિકારીઓએ જણાવ્યું હતું. જુનિયર રેલવેપ્રધાન સુરેશ અંગાડી, ભાજપનાં મીનાક્ષી લેખી, અનંતકુમાર લેખી, અનંતકુમાર હેગડે, પરવેઝ સાહિબ સિંહ, રીટા બહુગુણા-જોશી અને કૌશલ કિશોર એ 17 લોકસભાના સંસદસભ્યોમાં સામેલ છે, જેમના ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજ્યસભામાં કોંગ્રેસના દીપેન્દ્ર સિંહ હુડ્ડા અને નારણભાઈ જે રાઠવા, ભાજપના અશોક ગશ્તી અને અભય ભારદ્વાજ, AIADMKના એ. નવનીતક્રિષ્નન, આપના સુશીલકુમાર ગુપ્તા, TRSના વી. લક્ષ્મીકાંતા રાવ અને AITCના શાંતા છેત્રી કોરોના સંક્રમિત થયા હોવાનું માલૂમ પડ્યું હતું.

લેખીએ એ પછી ટ્વીટ કર્યું હતું કે તેઓ હાલ સ્વસ્થ છે. તેમણે એ લોકોને પણ વિનંતી કરી હતી કે જેઓ તેમના સંપર્કમાં આવ્યા છે, જેથી કોરોના વાઇરસની તપાસ થઈ શકે.  કોવિડ અને જીનોમના રૂટિન પાર્લમેન્ટના ટેસ્ટ પછી મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.  હાલ હું સ્વસ્થ અને મજામાં છું. હું તાજેતરમાં મારા સંપર્કમાં આવેલા તમામને કોરોના ટેસ્ટ કરાવવાની વિનંતી કરું છું. આપણે સાથે મળીને કોરોના સામે લડીશું અને એને હરાવીશું, એમ લેખીએ ટ્વીટ કર્યું હતું.

સપ્તાહના અંતે પાર્લમેન્ટના સભ્યો અને અને અધિકારીઓના 2500થી વધુ નમૂનાઓનું ટેસ્ટિંગ યુદ્ધના ધોરણે કર્યું હતું, એમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) કહ્યું હતું.

કોરોના વાઇરસ રોગના નિદાન માટે સૌથી સચોટ ગણાતા રિવર્સ ટ્રાન્સક્રિપ્ટ-પોલિમરેઝ ચેન રિએક્શન (RT-PCR) ટેસ્ટ સંસદના સભ્યો માટે આગામી સપ્તાહ સુધી ચાલુ રહેશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ કોરાના વાઇરસના સંક્રમણને લીધે ચોમાસુ સત્ર પર જોખમ ઊભું જ છે, ત્યારે ઘણા વરિષ્ઠ સંસદસભ્યોએ રાજકીય ચીલો ચાતરીને પણ કાર્યવાહીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે.

જોકે વિલંબિત ચોમાસુ સત્રના પ્રથમ દિવસે 359 સંસદસભ્યોએ ભાગ લીધો હતો. આશરે 200 સંસદસભ્યો લોકસભામાં અને વિઝિટર ગેલેરીમાં 30થી વધુ લોકો બેઠા હતા, સામાજિક અંતર સુનિશ્ચિત કરવા માટે સભ્યોના બેન્ચ પર પ્લાસ્ટિક શિલ્ડ લગાવવામાં આવી હતી.

લોકસભામાં મૂકવામાં આવેલી જાયન્ટ TV સ્ક્રીનમાં રાજ્યસભામાં ઘણા ઓછા સભ્યોની હાજરી વર્તાતી હતી, જ્યારે નીચલા ગૃહમાં સંસદસભ્યોને સામાજિક અંતર રાખીને બેસાડવામાં આવ્યા હતા.